
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સામાજિક પ્રસંગો લગ્ન પ્રસંગોમાં આમંત્રણ આપતા દંડક રમેશભાઈ કટારા
ફતેપુરા સંજેલી તાલુકાના વિસ્તારમાં અનેક સ્થળે કાર્યકર્તાઓ તેમજ પ્રજા સાથે બેઠકો યોજી.
20 એપ્રિલ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદ ખાતે રહેશે ઉપસ્થિત
20 એપ્રિલ બુધવારના રોજ ખરોડ સબ જેલ ની પાસે દેશ ના લોકલાડીલા વડાપ્રધાન શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદ ખાતે આવનાર છે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સહિત રાજ્યનું વહીવટી તંત્ર ખડેપગે તૈનાત રહી કાર્યક્રમ સફળ થાય તેની તમામ વ્યવસ્થાઓ કરી દેવાઈ છે. વહીવટી તંત્રની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ દિવસ રાત એક કરી કાર્યક્રમને સફળ બનાવવામાં જોતરાઈ ગયા છે. ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા પણ ફતેપુરા અને સંજેલી તાલુકાના વિસ્તારોમાં લગ્ન પ્રસંગો સામાજિક પ્રસંગોમાં જઈને 20 એપ્રિલે બુધવારે તમામ પ્રજાએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમજ દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ સરપંચો તાલુકા સભ્યો જિલ્લા સભ્યો સાથે બેઠકો યોજી હતી અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી પ્રજા અને કાર્યકર્તાઓને પ્રધાનમંત્રી ના કાર્યક્રમમાં લઈ જવા માટેની વ્યવસ્થા ની સૂચના આપવામાં આવી હતી. દાહોદ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાંથી ચાર લાખ જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી સહિત કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા ખડે પગે હાજર રહી તનતોડ મહેનત કરી રહ્યા છે. વધુમાં વધુ કાર્યકર્તાઓ પ્રજાજનો ઉપસ્થિત રહે તેવી દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા નમ્ર અપીલ કરવામાં આવી હતી.