Friday, 20/05/2022
Dark Mode

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દાહોદનાં ખરોડ ખાતેથી બાવકા સબસ્ટશનનું લોકાર્પણ કરશે

April 18, 2022
        1588
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દાહોદનાં ખરોડ ખાતેથી બાવકા સબસ્ટશનનું લોકાર્પણ કરશે

સુમિત વણઝારા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દાહોદનાં ખરોડ ખાતેથી બાવકા સબસ્ટશનનું લોકાર્પણ કરશે

 

૬૬ કેવી બાવકા સબસ્ટેશનથી આસપાસના ૬ ગામના ૪૮૫૧ નાગરિકોને ઔદ્યોગિક સહિતની જરૂરીયાત તો માટે સંતોષકારક વીજળી મળશે

ઝાલોદના ૬૬ કેવી ઘોડીયા સબસ્ટેશનનો ખાતમૂહુર્ત કરીને કામગીરીનો પ્રારંભ કરાવશે

 

ઘોડીયા સબસ્ટેશનથી ૨૫ ગામોના ૫૬૫૩ નાગરિકોને ગુણવત્તાપૂર્ણ વીજપુરવઠો મળશે

વીજળીએ પાયાની નાગરિક સુવિધાઓમાંની એક છે ત્યારે નાગરિકોને પૂરતા દબાણ સાથે ગુણવત્તાસભર વીજળી મળી રહે એ પણ ખૂબ જરૂરી છે. દાહોદમાં આગામી તા. ૨૦ એપ્રીલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ખરોડ ખાતેથી બાવકા સબસ્ટશનનું લોકાર્પણ કરશે. આ સબસ્ટેશનથી આસપાસના ૬ ગામોના ૪૮૫૧ નાગરિકોને ખેતીવાડી, રહેઠાણ તેમજ ઔદ્યોગિક જરૂરીયાત માટેની વીજળી સંતોષકારક રીતે મળી રહેશે. 

 ૬૬ કેવી બાવકા સબસ્ટેશન રૂ. ૪.૬૮ કરોડને ખર્ચે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લી. દ્વારા તૈયાર કરાયું છે. તેની કુલ ક્ષમતા ૩૦ એમવીએ છે. જયા ૩ નવા ફીડરો નગ્રાળા, મુવાલીયા તેમજ ચાંદાવાડા ખાતે સ્થાપિત કરાશે. આ સબસ્ટેશનથી બાવકા, મુવાલીયા, વીજાગઢ, ગડોઇ, ચાંદાવાડા, તથા નગરાળા એમ ૬ ગામોને પૂરતા દબાણ સાથે ખેતી તેમજ બિનખેતી વપરાશકારોને વીજળી મળી રહેશે. ઉપરાંત નવા વીજજોડાણો આપી શકાશે.

  તદ્દઉપરાંત, ઝાલોદના ઘોડિયા ખાતે ૬૬ કેવી ઘોડીયા સબસ્ટેશનનો ખરોડ ખાતેથી ખાતમૂહુર્ત કરીને તેની કામગીરીનો પ્રારંભ કરાવશે. આ સબસ્ટેશનથી ૨૭ કિમી વિસ્તારમાં આવેલા ૫૬૫૩ નાગરિકોને ગુણવત્તાપૂર્ણ વીજપુરવઠો પૂર પાડી શકાશે. કુલ ૪૯૦૦ ચોમી જમીન ઉપર તૈયાર થનારૂ આ સબસ્ટેશન રૂ. ૫.૭૫ કરોડના ખર્ચે પૂર્ણ કરાશે. ઝાલોદના જે ૨૫ ગામોને પૂરતી વીજળી મળી રહેશે તેમાં ઘોડીયા, છાસીયા, ચીત્રોડીયા, ફુલપુરા, ગામડી, ઘેસ્વા, હડમત, ખુંટા, જફરપુરા, ઝાલોદ(મ.), ખાખરીયા, ખરસાના, મઘનીસર, મહુડી, પાણીયા, પેઠાપુર, રામપુરા, રાયપુરા, શંકરપુરા, ઠેરકા, ઠુંઠી, કંકાસીયા, તીમાચી, વાગેલા ગામનો સમાવેશ થાય છે. આ ગામમાં પૂરતા દબાણ સાથે સાતત્યપૂર્ણ વીજપૂરવઠો મળી રહેશે. 

 જે માટે ઘોડીયા સબસ્ટેશન ખાતે ૬૬ કેવીના ૪ નવા ફીડરો નાખવામાં આવશે. આ સબસ્ટેશનની કુલ ક્ષમતા ૩૦ એમવીએ છે. 

ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લી.ના કાર્યપાલક ઇજનેરશ્રી (બાંધકામ)એ જણાવ્યું કે, દાહોદ તાલુકામાં ૬૬ કેવીના ૬ સબસ્ટેશન છે. સબસ્ટેશનથી ૨૭ કિમી વિસ્તારમાં આવેલા ૫૬૫૩ નાગરિકોને ગુણવત્તાપૂર્ણ વીજપુરવઠો પૂર પાડી શકાશે દાહોદ જિલ્લામાં કુલ ૨૦ સબસ્ટેશન સ્થાપિત છે. જેમાં ૬૬ કેવીના ૧૭, ૧૩૨ કેવીના ૨ તથા ૨૨૦ કેવીના ૧ સબસ્ટેશનનો સમાવેશ થાય છે. બાવકા સબસ્ટેશન ઉમેરાવાથી જિલ્લામાં કુલ ૨૧ સબસ્ટેશન થશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
AllEscort