
બાબુ સોલંકી સુખસર
ફતેપુરા તાલુકાના લખણપુરમાં ઝાલોદ સંતરામપુર હાઇવે માર્ગ ઉપર બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો:5 ને ઇજા.
લખણપુરમાં ઇકો તથા બલેનો ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે મહિલાઓ સહિત ૩ પુરુષો ઇજાગ્રસ્ત થયા.
સર્જાયેલા અકસ્માતમાં ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામના બે, એક ડુંગર ગામનો યુવાન જ્યારે શામળાજીના એક મહિલા સહિત પુરુષને ઈજાઓ પહોંચી છે.
સુખસર,તા.03
ફતેપુરા તાલુકામાં વાહન ચાલકોની બેદરકારીના લીધે દિન-પ્રતિદિન વાહન અકસ્માતોનો સીલસીલો વધી રહ્યો છે.એક અકસ્માત બનાવવાની શાહી જ્યાં સૂકાતી નથી ત્યાં જ સુખસર વિસ્તારમાં બીજો અકસ્માત બનાવ પ્રકાશમાં આવી જાય છે .જેમાં આજરોજ લખણપુર ગામે હાઈવે માર્ગ ઉપર ઈકોગાડી તથા બલેનો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે મહિલાઓ સહિત ત્રણ પુરુષોને ઇજાઓ પહોંચવા પામી છે.જો કે જાનહાનિ નહીં થતા હાશકારો થયો છે.ઇજાગ્રસ્તોને સુખસર સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી હતી.ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી દવાખાનાઓમાં રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના લખણપુર ગામે આજરોજ બપોર બાદ ઝાલોદ થી સંતરામપુર જતા હાઈવે માર્ગ ઉપર ઈકોગાડી તથા બલેનો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અને બંને ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાતા રસ્તાની સાઇડમાં ઉતરી ગઇ હતી.જેમાં રાયસીંગભાઈ નાનજીભાઈ કિશોરી ઉંમર વર્ષ 56 રહે.રૂપાખેડાનાઓને જમણા પગે તથા કપાળના ભાગે ઇજાઓ પહોંચવા પામી હતી.તથા સરલાબેન કિશોરી રહે. રૂપાખેડા ઉંમર વર્ષ 50 નાઓને કપાળમાં ડાબી બાજુ ઈજાઓ થઈ હતી.જ્યારે જેનીસભાઈ વિજયભાઈ પારગી ઉમર વર્ષ 25 રહે.ડુંગરનાઓ ને પણ કપાળના ભાગે ઇજાઓ થવા પામી હતી.તેમજ ઇશ્વરભાઇ નીનામા ઉંમર વર્ષ 33 રહે. શામળાજી ને જમણા પગે ફ્રેક્ચર થવા પામ્યું હોવાનું જાણવા મળે છે.જ્યારે સુમિત્રાબેન ખરાડી રહે.શામળાજી ઉંમર વર્ષ 50 નાઓને જમણા પગે ઇજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે.આ બંને ગાડીઓ વચ્ચે અકસ્માત થતા બંને ગાડીઓ રસ્તાની સાઇડમાં ઉતરી પડી હતી.અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સુખસર સરકારી દવાખાનામાં 108 એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ ઇજાગ્રસ્તોને અન્ય ખાનગી દવાખાનાઓમાં રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.