ફતેપુરા ન્યાય મંદિરમાં નેશનલ અદાલત યોજાઇ..

Editor Dahod Live
1 Min Read

 શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા 

ફતેપુરા ન્યાય મંદિર માં આજરોજ નેશનલ લોક અદાલત યોજાઇ

તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટી ફતેપુરા તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દાહોદના માર્ગદર્શન હેથલ નેશનલ લોક અદાલતનું આયોજન થયું

જજશ્રી એ.એ દવે સાહેબ અને વકીલ મંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પંચાલ દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો

ફતેપુરા તા.12

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ પ્રિન્સિપાલ અને સિવિલ કોર્ટમાં આજરોજ તારીખ 12.03.2022 શનિવારના રોજ તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટી ફતેપુરા અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દાહોદના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલત યોજાઇ હતી.જેનો દીપ પ્રગટાવી ગાંધીજીના ફોટાને ફૂલહાર કરી જજ શ્રી એ એ દવે સાહેબ તેમજ વકીલ મંડળના પ્રમુખ શ્રી પંકજભાઈ પંચાલ દીપ પ્રગટાવી ખુલ્લુ મુકેલ હતું.આ પ્રસંગે વકીલો શ્પ્યારેલાલ કલાલ શ્ સી.એસ પારગી લીગલ આસિસ્ટન્ટ ચિરાગભાઈ પારગી,પી.એલ.વી શબ્બીર ભાઈ સુનેલવાલા ટી કે બારીયા મોટી સંખ્યામાં વકીલો કોર્ટે સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં લોક અદાલતમાં હાજર રહેલા અરજદારો હાજર રહ્યા હતા.

Share This Article