Tuesday, 03/12/2024
Dark Mode

ફતેપુરા મા બે સ્થળે થી વિજિલન્સ ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

ફતેપુરા મા બે સ્થળે થી વિજિલન્સ ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

ફતેપુરા મા બે સ્થળે થી વિજિલન્સ ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

મારગાળા માં સુખસર પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો વિદેશી દારૂ રોકડ રકમ મોબાઇલ સહિત 53000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો.
ફતેપુરા નગરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા બે સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ મારગાળા ગામેથી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો બંને સ્થળેથી વિદેશી દારૂ રોકડ રકમ મોબાઇલ મળી 53400 ની રકમનો મુદ્દા માલ જપ્ત કરાયો હોવાનું જાણવા મળ્યું હતું
ફતેપુરા તાલુકો રાજસ્થાન રાજ્યની સરહદે આવેલ હોવાથી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો લવાય છે હાલમાં દિવાળીના તહેવારને લઇ બુટલેગરો દ્વારા વિપુલ માત્રામાં વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાન સરહદ ના અંતરિયાળ માર્ગો પરથી લાવવામાં આવી રહ્યો છે જેમાં ચોક્કસ બાતમીના આધારે ફતેપુરા નગરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની માહિતીના આધારે સ્ટેટ વિજિલન્સ ટીમ ગાંધીનગર દ્વારા ફતેપુરા નગરમાં મંગળવારે સાંજના સમયે બે સ્થળે છાપો માર્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ જે વાય પઠાણ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ તથા કિશોર સી ની ટીમ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો પોલીસે બંને સ્થળે થી વિદેશી દારૂની બોટલ નંગ ૧૩૨ સહિત રોકડ રકમ મોબાઈલ મળી 17484 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને અરવિંદ વિરસિંગ બરજોડ જીગ્નેશ નારણ કલાલ હિતેષ નારણ કલાલ સત્યમ હીરાલાલ નાયક તથા જશોદાબેન રમેશ નાયક સામે કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે બીજો બનાવ સુખસર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ને મળેલ બાતમીના આધારે મારગાળા ગામે સુખસર પોલીસ મથકના પી.એસ.આઇ પ્રવીણ આસોડા ની ટીમ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો જેમાં એક રહેણાંક મકાનમાંથી માથી ૩૬ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે ફતેપુરા માંથી બે આરોપી અને સુખસર માંથી એક મળી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરાઇ હતી.
સ્ટેટ વિજિલન્સ ટીમ ગાંધીનગર દ્વારા ચોક્કસ બાતમીના આધારે છાપો મારવામાં આવ્યો હતો જેમાં વિપુલ માત્રામાં દારૂનો જથ્થો ઉતારી હોવાની માહિતી મળી હતી જોકે પોલીસે સ્થળ પરથી માત્ર ૧૨ હજાર જેટલો જ દારૂ મળી આવ્યો હતો સ્ટેટ વિજિલન્સ ટીમ પોલીસ ફરિયાદની કાર્યવાહી માટે પંચના માણસો પણ અમદાવાદથી સાથે લઈને આવ્યા હોવાનું જાણવ મળ્યું હતું.

error: Content is protected !!