ધાનપુરમાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ.. દાહોદ એલસીબીએ નાકટી ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી ₹74,000 નો વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપ્યો..
દાહોદ તા.૨૨
દાહોદ એલસીબી પોલિસને મળેલ બાતમીના આધારે ધાનપુર તાલુકાના નાકટી ગામે એક બુટલેગરના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી રૂા. ૭૪ હજાર ઉપરાંતની કિંમતનો દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડી બુટલેગરની અટક કર્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ એલસીબી પી.આઈ. એમ.કે. ખાંટની સુચના મુજબ પોતાના સ્ટાફના પોલિસ કર્મીઓને સાથે લઈ પેટ્રોલીંગમાં નીકળેલ દાહોદ એલ.સી.બી પી.એસ.આઈ એમ.એફ.ડામોર તથા પી.એસ.આઈ આર.બી. ઝાલાને બાતમી મળી હતી કે, નાકટી ગામના સંજયભાઈ હિમતભાઈ રાઠવાના મકાનમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખીચોરી છુપીથી વેચાણ કરે છે જે બાતમીના આધારે દાહોદ એલસીબી પોલિસની ટીમે નાકટી ગામે ટાંડીયા ફળિયામાં રહેતા લક્ષ્મણભાઈ કોલાભાઈ રાઠવાના ઘર પર ઓચિંતી પ્રોહી રેડ પાડી ઘરમાંથી ભારતીય બનાવટના રૂા. ૭૪,૭૭૬ની કુલ કિંમતની ઈંગ્લીશ દારૂ તથા બીયરટીન મળી કુલ બોટલ નંગ-૬૩૫૨ પકડી પાડી કબજે લઈ આગળની કાર્યવાહી હાથધરી જેલમાં મોકલી આપ્યો છે.
——————-