Friday, 29/03/2024
Dark Mode

ધાનપુર તાલુકાના કાળાખુંટ ગામે મોટરસાયકલ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી નાળામાં ખાબકી: ચાલકનું મોત.

September 25, 2022
        1852
ધાનપુર તાલુકાના કાળાખુંટ ગામે મોટરસાયકલ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી  નાળામાં ખાબકી: ચાલકનું મોત.

સૌરભ ગેલોત, દાહોદ

 

ધાનપુર તાલુકાના કાળાખુંટ ગામે મોટરસાયકલ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી નાળામાં ખાબકી: ચાલકનું મોત.

દાહોદ તા.૨૫

 

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાળાખુંટ ગામે એક મોટરસાઈકલના ચાલકે મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ રસ્તાની બાજુમાં આવેલ એક પાણીવાળા નાળામાં ખાબકી પડતાં મોટરસાઈકલના ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

 

ગત તા.૨૪મી સપ્ટેમ્બરના રોજ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નળવાઈ ગામે પંચાયત ફળિયામાં રહેતાં ૪૦ વર્ષીય લલીતભાઈ મડુભાઈ પરમાર પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ધાનપુર તાલુકાના કાળાખુંટ ગામેથી પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ રસ્તાની સાઈડમાં આવેલ એક પાણીવાળા નાળામાં ખાબકી પડતાં લલીતભાઈ પણ મોટરસાઈકલ સાથે નાળામાં પડી ગયાં હતાં જેને પગલે તેઓને હાથે પગે શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નીપજ્યું હતું.

 

આ સંબંધે ચીરાગભાઈ લલીતભાઈ પરમારે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!