
સુમિત વણઝારા, દાહોદ
ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે વાસનાના ભૂખ્યા નરાધમે 14 વર્ષની સગીરાને ઘરે ઊંઘવા બોલાવી દુષ્કર્મ આચર્યુ.
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે એક ૧૪ વર્ષીય સગીરાને ગામમાં રહેતી એક મહિલાએ સગીરાને રાત્રીના સમયે પોતાના ઘરે ઉંઘવા માટે બોલાવી તે સમયે ત્યાં ઘરમાં અન્ય એક યુવક હાજર હોઈ અને રાત્રીના સમયે યુવકે ૧૪ વર્ષીય સગીરાની મરજી વિરૂધ્ધ રાત્રીના સમયે અવાર નવાર દુષ્કર્મ આચરી તેમજ મહિલા સહિત યુવકે સગીરાને ધાકધમકીઓ આપતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા. ૦૭મી મેના ૨૦૨૨ના રોજ મુંડાહેડા ગામે રહેતા નયનાબેન ચીમનભાઈ મુનીયાએ ઝાલોદ તાલુકામાં રહેતી એક ૧૪ વર્ષીય સગીરાને રાત્રીના સમયે પોતાના ઘરે ઉંઘવા માટે બોલાવી હતી. આ દરમ્યાન નયનાબેનના ઘરે ઝાલોદ તાલુકાના પેથાપુર ગામે રહેતો મિલેશભાઈ હુરમલભાઈ સંગાડા પણ હાજર હતો અને સગીરા જ્યારે રાત્રીના સમયે નયનાબેનના ઘરે સુતી હતી તે સમયે મિલેશભાઈએ નયનાબેનની મદદથી ૧૪ વર્ષીય સગીરા ઉપર રાત્રીના સમયે અવાર નવાર ૧૪ વર્ષીય સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. મિલેશભાઈ તથા નયનાબેને સગીરાને ધાકધમકીઓ આપી કહેલ કે, આ બાબતે કોઈને પણ જાણ કરીશ તો જાનથી મારી નાંખીશુ, તેવી ધમકીઓ આપતાં સવારે સગીરા પોતાના ઘરે પહોંચી આ મામલે પોતાના પરિવારજનોને જાણ કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સગીરાના પરિવારજનો દ્વારા છેલ્લા ચાર મહિનાથી દુષ્કર્મ આચરનાર યુવક અને તેના પરિવારજનો સામે ન્યાયની માંગણી કરતાં આવ્યાં હતાં પરંતુ આખરે ન્યાય નહીં મળતાં દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.