ધાનપુર તાલુકાના રૈયાવણ ગામેથી એક ૩૦ વર્ષિય યુવકનું અજાણ્યા યુવકો દ્વારા અપહરણ..

Editor Dahod Live
1 Min Read

સુમિત વણઝારા

 

ધાનપુર તાલુકાના રૈયાવણ ગામેથી એક ૩૦ વર્ષિય યુવકનું અજાણ્યા યુવકો દ્વારા અપહરણ..

 

દાહોદ તા.૨૦

 

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રૈયાવણ ગામેથી એક ૩૦ વર્ષીય યુવકનું અજાણ્યા ઈસમો દ્વારા અપહરણ કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

 

ગત તા.૧૭મી જુલાઈના રોજ રૈયાવણ ગામે પટેલ ફળિયામાં રહેતાં ૩૦ વર્ષીય રાજુભાઈ સોમાભાઈ બામણીયાને સાંજના આશરે ૬ વાગ્યાના આસપાસ છકડો લઈને પીપેરો આશ્રમ નજીક આવે પોતાની દુકાને જવા નીકળ્યાં હતાં તે દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમો દ્વારા રાજુભાઈનું અપહરણ કરી લઈ નાસી જતાં પરિવારજનો દ્વારા રાજુભાઈની ભારે શોધખોળ આદર્યાં બાદ પણ તેઓ ન મળતાં આખરે હારી થાકેલા પરિવારજનો રાજુભાઈની ભાણ મેળવવા પોલીસની શરણે આવ્યાં હતાં અને આ સંબંધે રૈયાવણ ગામે પટેલ ફળિયામાં રહેતાં ગુલાબભાઈ સોમાભાઈ બામણીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article