સુમિત વણઝારા
ધાનપુર તાલુકાના આંબાકાચ ગામે પંચના કાઢેલ પૈસા માંગવા બાબતે એક ઈસમ પર પથ્થર વડે હુમલો
દાહોદ તા.3
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આંબાકાચ ગામે પંચના કાઢેલ પૈસા માંગવા બાબતે એક ઈસમે એકને પથ્થર વડે તેમજ ગડદાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
ગત તારીખ 26મી જૂન ના રોજ આંબાકાચ ગામે રોડ ફળિયામાં રહેતા રાજુભાઈ કોદરભાઈ મોહનિયા પોતાના ગામમાં રહેતા વરિયાભાઈ પરશુભાઈ માવી ના ઘરે આવ્યો હતો અને બેફામ ગાળો બોલી પંચના કાઢેલ પૈસા માંગતા વરિયાભાઈએ કહેલ કે સવારમાં આપીશું તેમ કહેતા રાજુભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને હાથમાં પથ્થરો લઈ દોડી આવી વરિયાભાઈને છાતીના ભાગે માર માર્યો હતો અને ગદડાપાટુનો માર મારી શરીરે હાથે પગે તેમજ માથાના ભાગો પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા આ સંબંધે ઈજાગ્રસ્ત વરિયાભાઈ પરશુભાઈ માવીએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.