સુમિત વણઝારા
ધાનપુર તાલુકાના અગાસવાણી ગામેં એક ઈસમે પરિણીતાને ધાક-ધમકી આપી દુષ્કર્મ આચર્યું…
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે એક ઈસમે એક પરણિતાને મારી નાંખવાની ધમકીઓ આપી પરણિતા ઉપર દુષ્કર્મ આચરતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગત તા.૧૯મી મેના રોજ ધાનપુર તાલુકામાં રહેતી એક ૩૬ વર્ષીય પરણિતા પોતાના ઘરમાં એકલી હાજર હતી તે સમયે અગાસવાણી ગામે રહેતો સુક્રમભાઈ છગનભાઈ તડવીએ પરણિતાનો એકલતાનો લાભ લઈ પરણિતાને બેફામ ગાળો બોલી મારી નાંખવાની ધમકીઓ આપી પરણિતા ઉપર તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી સુક્રમભાઈ નાસી જતાં આ અંગેની જાણ પરણિતાએ પોતાના પરિવારજનોને કરતાં પરણિતાના પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને પરણિતાને લઈ પરિવારજનો ધાનપુર પોલીસ મથકે આવ્યાં હતાં અને આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલ પરણિતાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.