Thursday, 25/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામેં અગાઉના ઝઘડાની અદાવત રાખી મારક હથિયાર વડે હુમલો કર્યો 

May 22, 2022
        2384
ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામેં અગાઉના ઝઘડાની અદાવત રાખી મારક હથિયાર વડે હુમલો કર્યો 

સુમિત વણઝારા

 

ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામેં અગાઉના ઝઘડાની અદાવત રાખી મારક હથિયાર વડે હુમલો કર્યો 

દાહોદ તા.૨૨

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી બે જેટલા ઈસમોએ બે વ્યક્તિઓને ધારીયાની પુઠ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

 

ગત તા.૨૧મી મેના રોજ મોટાનટવા ગામે રહેતાં મગનભાઈ તથા રાહુલભાઈ પોતાના ગામમાં રહેતાં અશ્વિનભાઈ કાનાભાઈ ચરપોટ તેના ભાઈ શૈલેષભાઈ કાનાભાઈ ચરપોટના ઘરે ચાંદલાના પૈસા આપવા માટે ગયાં હતાં જ્યાં અગાઉના ઝઘડાની અદાવત રાખી અશ્વિનભાઈ અને શૈલેષભાઈએ મગનભાઈ તથા રાહુલભાઈને બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ ધારીયાની પુઠ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે,હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે મોટાનટવા ગામે કેશર ફળિયામાં રહેતાં મીનાક્ષીબેન રાહુલભાઈ ચરપોટે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!