Thursday, 26/12/2024
Dark Mode

ધાનપુર તાલુકાના પીપરગોટા ગામે પકડ વોરંટ સાથે ગયેલી પોલીસ પર સશસ્ત્ર ટોળાનો હુમલો: પોલીસ કર્મી ઇજાગ્રસ્ત 

April 23, 2022
        1594
ધાનપુર તાલુકાના પીપરગોટા ગામે પકડ વોરંટ સાથે ગયેલી પોલીસ પર સશસ્ત્ર ટોળાનો હુમલો: પોલીસ કર્મી ઇજાગ્રસ્ત 

સૌરભ ગેલોત

 

ધાનપુર તાલુકાના પીપરગોટા ગામે પકડ વોરંટ સાથે ગયેલી પોલીસ પર સશસ્ત્ર ટોળાનો હુમલો: પોલીસ કર્મી ઇજાગ્રસ્ત 

 

દાહોદ તા.૨૩

 

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપરગોટા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં પકડ વોરંટની બજવણી સારૂં આરોપીને પકડવા ગયેલ ધાનપુર પોલીસ પર મહિલા સહિત આઠથી દશ ઈસમોના શસ્ત્ર ટોળાએ પોલીસ કાફલા પર પથ્થર મારો કરી, લાકડીઓ લઈ દોડી આવી પોલીસ કર્મચારીઓ પર હુમલો કરતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ હુમલામાં કેટલાંક પોલીસ કર્મચારીઓને ઈજાઓ પણ થઈ છે.

 

ગત તા. ૨૨મી એપ્રિલના રોજ ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવી રહેલ એ.એસ.આઈ. વિદેશકુમાર હિરાસિંહ ચૌહાણ સહિત તેમની સાથે અન્ય પોલીસ કર્મચારીઓ પકડ વોરંટની બજવણી સારૂં આરોપી બાબુભાઈ અપ્પુભાઈ વાખળાને પકડવા ધાનપુર તાલુકાના પીપરગોટા ગામે ગયાં હતાં. આ દરમ્યાન પીપરગોટા ગામે રહેતો આરોપી બાબુભાઈ અપ્પુભાઈ બાળખા તથા તેની સાથેના નરવતભાઈ અપ્પુભાઈ વાખળા, વનરાજભાઈ બાબુભાઈ વાખળા, શારદાબેન બાબુભાઈ વાખળા, સુમિત્રાબેન  નરવતભાઈ વાખવા તથા તેમની સાથે અન્ય ઈસમોના ટોળાએ હાથમાં મારક હથિયારો જેવા કે, પથ્થરો, લાકડીઓ, ગોફણો વિગેરે હથિયારો ધારણ કરી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓ પાસે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, અમારા ઘરે કોર્ટના કાગળો લઈ કોઈને પકડવા આવ્યો છો તો તમોને પોલીસવાળાઓને મારીને જંગલમાં ફેંકી દઈશું, તેમ કહી પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી, પથ્થર મારો, કરી, લાકડીઓ વડે માર મારી પોલીસ કર્મચારીઓને શરીરે, હાથે પગે તેમજ શરીરે ઈજાઓ પહોંચાડી પોલીસ કર્મચારીઓની સરકારી કાયદેસરની કાર્યવાહીમાં રૂકાવટ ઉભી કરી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

 

આ ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારી વિદેશકુમાર હિરાસિંહ ચૌહાણે ઉપરોક્ત ઈસમોના ટોળા વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે તમામ ઈસમોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!