નીલ ડોડીયાર :- દાહોદ
ધાનપુર તાલુકાના પીપરગોટા ગામના યુવક ને બાર બોરની બંદૂક તેમજ સાત જીવતા કારતૂસ સાથે ધાનપુર પોલીસે ઝડપી જેલભેગો કર્યો
દાહોદ તા.૨૯
#paid pramotion
Contact us :- sunrise public school
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપરગોટા ગામેથી પોલીસને મળેલ બાતમીના આધારે એક ઈસમને ઝડપી પાડી તેની પાસેથી બાર બોરની બંદુક તથા બાર બોરના જીવતાં કારતુષ નંગ.૦૭ સાથે કુલ રૂા.૧૦,૭૦૦ નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ ઈસમને જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળે છે.
ગતરોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે પીપરગોટા ગામે ગામ ફળિયામાં રહેતો તેરસીંગભાઈ રાયસીંગભાઈ ડાંગીને ધાનપુર પાલીસે ઝડપી પાડ્યો હતો અને તેના ઘરે તપાસ હાથ ધરી હતી. આ તેરસીંગભાઈના ઘરેથી પોલીસને તપાસ દરમ્યાન ઘરમાં સંતાડીને મુકી રાખેલ બાર બોરની બંદુક કિંમત રૂા.૧૦,૦૦૦ તથા બાર
➡️ગોયલ બુક & જનરલ સ્ટોર્સ
અંકિત હોસ્પિટલ ની પાસે, દોલતગંજ બજાર, પોલીસ ચોકી નંબર 3 સામે, ગૌશાળા ચોક, દાહોદ. મો.9016999825
બોરના જીવતા કારતુષ નંગ. ૦૭ કિંમત રૂા.૭૦૦ મળી પોલીસે કુલ રૂા.૧૦,૭૦૦નો મુદ્દમાલ કબજે કર્યાે હતો. પોલીસે ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધ આર્મ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.