સુમિત વણઝારા
દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર એસટી બસના ચાલકે ટોલનાકાના કર્મચારીઓ સાથે મારઝૂડ કરતા ગુનો નોંધાયો..
દાહોદ તા.26
દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર એસટી બસના ચાલકે એકદમ ઉશ્કેરાઇ જઇ ટોલનાકા પર કામ કરતા કર્મચારીઓ પર લાકડી વડે હુમલો કરતાં ટોલનાકાના કર્મચારીઓએ પીપલોદટોલનાકાના કર્મચારીઓએ piplod પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પરથી પસાર થતી Gj-18-Z-7494 નંબરની એસટી બસના ચાલકે ટોલનાકાના કર્મચારીઓ જોડે તકરાર કરી લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ઉપરોક્ત સંદર્ભ મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ખેરા તાલુકાના રહેવાસી અને ભથવાડા ટોલનાકા પર નોકરી કરતા મુકેશભાઈ કમલેન્દ્ર બઘેલએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીપલોદ પોલીસે એસટી બસના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.