ઇલ્યાસ શેખ :- સંતરામપુર
પાલિકા તંત્રની વધુ એક બેદરકારી…સંતરામપુર નગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં મૂકવામાં આવેલી કચરાની પેટીઓ ભંગાર અવસ્થામાં જોવા મળી…
સંતરામપુર તા.24
ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ સંતરામપુર નગરપાલિકાને મોટી સંખ્યામાં રકમ ખર્ચ કરીને નગરના અલગ અલગ વિસ્તારોમાં કચરાપેટી મૂકવામાં આવેલી હતી જેથી કરીને ખુલ્લામાં કોઈ અને જાહેરમાં કચરો ના ફેંકી શકે તેના હેતુથી નગરપાલિકાના અલગ અલગ વિસ્તાર મહુડી ફળિયા રિલાયન્સ પેટ્રોલ પંપ ની બાજુમાં ગોધરા ભાગોળ વિસ્તાર પ્રતાપુરા વિવિધ વિસ્તારોમાં કચરા પેટીઓનું ફીટીંગ કરવામાં આવેલ હતો અને પેટી પર લખવામાં આવેલું હતું કે ભીનો કચરો સૂકો કચરો બંનેમાં અલગ અલગ પેટીમાં નાખવો પરંતુ પાલિકા કચરાપેટીને ફીટીંગ કર્યા પછી અને મૂક્યા પછી આજદિન તેની સામે જોવામાં આવ્યું જ નથી કચરાપેટી ફીટીંગ કર્યા પછી સવાર સાંજ સફાઈ કામદાર દ્વારા તેને ખાલી કરવા માટે ફરજ માં આવતી હોય છે પરંતુ એક જ વાર ફીટીંગ કર્યા પછી અત્યારે પરિસ્થિતિ લોકોએ કચરો તો અંદર નાખ્યો પરંતુ આજે સુધી ખાલી કરવામાં નથી આવેલો અને હાલમાં પરિસ્થિતિ એવી જોવા મળેલી છે કે તેને ભંગાર અવસ્થામાં જોવા મળી આવેલી છે સ્વચ્છતા પાછળ ગુજરાત સરકાર દ્વારા પેટ ભરીને ખર્ચ કરવામાં આવે છે પરંતુ તેનું પાલિકા સત્તાધિતો અને અધિકારીઓ દ્વારા તેને પૂરતું ધ્યાન આપવામાં ન આવવાના કારણે પરિસ્થિતિ કફોડી જોવા મળી આવેલી છે આ બોલતી તસવીર પરથી ખ્યાલ આવે છે કે નગરપાલિકા સ્વચ્છતા પાછળ ખર્ચેલા સાધનો પર કેટલું ધ્યાન આપે છે.