વસાવે રાજેશ દાહોદ 

આદિવાસી બાહૂલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી હર્ષોલ્લાસ સાથે ઉજવા

મધ્ય ગુજરાતમાં આદિવાસી બાહુબલી ધરાવતા દાહોદ જિલ્લામાં ભગવાન બિરસા મુંડા ની 147 મી જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.

દાહોદ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 147 મી જન્મ જયંતિની ધામધૂમતી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન બિરસા મુંડા ચોક ખાતે આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનો દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને સાફ-સફાઈ કરી યુવા અગરબત્તી કરી પરંપરાગત રીતે પૂજન કર્યું હતું. સાથે સાથે આદિવાસી સમાજ દ્વારા બિરસા મુંડા ભવન ખાતે વક્તુત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં પાંચ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે હેમરાજભાઈ જેસુભાઈ માવી, રોહિતભાઈ વીરસીંગભાઇ ભુરીયા, તથા તરુણભાઈ સોમાભાઈ પરમાર દ્વારા વકૃત્વ સ્પર્ધામાં ખૂબ સારો વક્તવ્ય રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. કે આર ડામોર, નયનભાઈ ખપેડ, રાજેશભાઈ ભાભોર, અતુલભાઈ બારીયા સહિતના ટ્રસ્ટીઓ તેમજ ડીસા મેનેજમેન્ટ ટીમના સુરેશભાઈ મેડા, બી ડી પરમાર, રોહિતભાઈ ભુરીયા, સહિતના સભ્યો તેમજ આદિવાસી સમાજના વડીલો તેમજ બિરસા મુંડા ભવન દાહોદ ખાતે વાંચન માટે આવતા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.