કલ્પેશ શાહ :- સિંગવડ.
સીંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગ્રામ પંચાયતમાં મનરેગાના કામો કાગળ પર બતાવી ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપો
ગ્રામજનોની જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત.
સીંગવડ તા.16
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ કાગળ પર કામો બોલાવીને એક થી દોઢ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને અરજી આપવામાં આવી સિંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગ્રામ પંચાયત ના લોકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીને તારીખ 16.7.22 ના રોજ દાહોદ ખાતે જઈને કટારાની પાલ્લી ગામે મનરેગા યોજના હેઠળ 21 22 માં બ્લોક પ્લાન્ટેશનના કામો 22 જમીન સમથળ 11 કમ્પોસ્ટ મઠ 20 ચેકડેમ 13 સ્ટોન બંધ 8 કુવા 3 તળાવ ઊંડું કરવાનું કામ 1 જ્યારે 22.23 માં બ્લોક પ્લાન્ટેશનના કામો 11 જમીન સમતલ 10 કુવા 6 સ્ટોન બંધ 34 ચેકડેમ 2 આરસીસી રોડ 2 અને માટી મેટલ રસ્તા 3 આ રીતે આ કામો ખાલી કાગળ પર ઓનલાઈન બતાવી સ્થળ પર કામો કરવામાં નહિ આવીને સરકારી રૂપિયા લઈ લેવામાં આવ્યા છે આના માટે કટારાની પાલ્લી ના નાગરિકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને અરજી આપી તેમાં સરકારી અધિકારી મનરેગા શાખાના જી આર એસ એમઆઈએસ ટેકનિકલ આસિસ્ટન્ટ એપીયો સિંગવડ મેટ શ્રી 2 જણા ઉપરના અધિકારીઓ દ્વારા કટારાની પાલ્લી ગામે નરેગા યોજના હેઠળના કામો ઓનલાઈન બતાવી મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલ છે અને તેમાં પણ ડામોર લાલસીંગ ગલા પાંચ વર્ષ પહેલા મરણ પામેલ જ્યારે વાલીબેન ગલાભાઈ 10 વર્ષ ઝાલી ગલાભાઈ 12 વર્ષ પારસિંગ તેજા 7 વર્ષથી મરણ પામેલ હોય અને તેમના નામે પણ વર્ક ઓર્ડર કાઢીને તેમના નામે પણ વર્ષોથી કામો ચાલુ જ છે જ્યારે હમણાં પણ આ મરણ પામેલા લોકોના નામે પણ ચાર ચાર કામોના વરકોડર નીકાળીને કામો ચાલુ જ છે જ્યારે 18 વર્ષથી નાની ઉંમરના બાળકોના નામે પણ આઈડી બનાવીને તેમના નામના જોબકાર્ડ ના નાણા ઉપાડી લઈ લેવામાં આવેલ છે જ્યારે આ બધાની જાણકારી મનરેગા ની વેબસાઈટ પરથી પ્રિન્ટ નીકાળીને આ સાથે કટારાની પાલ્લી ગામના આગેવાનો રાજેન્દ્ર કટારા કનુ સોના ડામોર કમલેશ ગોપાલ ડામોર નર્સિંગ વેચાત ડામોર કાનજી તેરસિંગ ડામોર ગોપાલ રયલા ડામોર કલસિંગ સોના કટારા વગેરે દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળી અરજી આપીને આ એક થી દોઢ કરોડના મનરેગાના ખોટા રૂપિયા લઈ લેવાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી અરજી આપવામાં આવી હતી જ્યારે સાથે સાથે તેમને મુખ્યમંત્રી ગાંધીનગર ગ્રામ વિકાસ કમિશનર ગાંધીનગર વિરોધ પક્ષના નેતા ગાંધીનગર મંત્રીશ્રી રાષ્ટ્રીય રોજગાર ખાતાકીય ગાંધીનગર કાયદા હેઠળના કામદારો યુનિયન ગુજરાત લીમખેડા તરફ અરજીઓ આપીને યોગ્ય કાર્યવાહી કરવા સારું આ બધાને જ નકલ રવાના કરવામાં આવી હતી અને આ મનરેગાના કામોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયેલ છે તેની તપાસ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી