Friday, 25/06/2021
Dark Mode

દાહોદ જિલ્લામાટે રાહતના સમાચાર :દાહોદ જિલ્લામાં ત્રણ માસ બાદ કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો: દાહોદના મુક્તિધામમાં અગ્નિ સંસ્કારની જ્વાળાઓ શાંત પડતા લોકોમાં રાહત 

May 30, 2021
        1223
દાહોદ જિલ્લામાટે રાહતના સમાચાર :દાહોદ જિલ્લામાં ત્રણ માસ બાદ કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો: દાહોદના મુક્તિધામમાં અગ્નિ સંસ્કારની જ્વાળાઓ શાંત પડતા લોકોમાં રાહત 

જીગ્નેશ બારીયા :- દાહોદ

દાહોદ જિલ્લામાટે રાહતના સમાચાર :દાહોદ જિલ્લામાં ત્રણ માસ બાદ કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો

દાહોદના મુક્તિધામમાં અગ્નિ સંસ્કારની જ્વાળાઓ શાંત પડતા લોકોમાં રાહત 

દાહોદ તા.૩૦

દાહોદ જિલ્લામાં બીજી લહેર શાંત પડતા લગભગ ત્રણ માસ બાદ દાહોદ જિલ્લામાં આજે કોરોનાના શુન્ય કેસ નોંધાતાં જિલ્લામાંથી ધીમે-ધીમે કોરોના વિદાય લઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. સાથે સાથે ફોટા મુક્તિધામમાં પણ આજે એક પણ અંતિમ સંસ્કાર માટે મૃતદેહોને ન આવતા મુક્તિધામની જ્વાળાઓ પણ ઘણા દિવસો બાદ શાંત પડી હોય તેમ લાગી રહ્યું છે.પરંતુ કોરોના ભલે ઓછો થયો હોય પરંતુ વહીવટી તંત્ર હાલ પણ કોરોના સંક્રમણ મામલે સચેત છે. અને તમામ કામગીરી પહેલાની જેમ જ કરી રહી છે.

 સમગ્ર ભારત સહિત ગુજરાત તેમજ દાહોદ જિલ્લામાં એપ્રિલ માસમાં ઘાતક ગણાતી બીજી લહેરે ચોતરફ હાહાકાર મચાવી નાખ્યો હતો. જેમાં મોટાભાગના લોકોની ગંભીર બનતા તમામ હોસ્પિટલોમાં ઓક્સિજન, રેમડીસીવીર  ઇન્જેક્શનો તેમજ બેડ તૂટી જતા પરિસ્થિતિ વિકટ થવા પામી હતી. સમગ્ર દાહોદ જિલ્લાના,સરકારી કોવીડ તેમજ ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થતા કોરોના સંક્રમિત દર્દીઓ તેમજ તેમના સગાવ્હાલાઓ આરોગ્ય સંબંધી સેવાઓ માટે વલખા મારવા મજબૂર બન્યા હતા. ઝાયડસ હોસ્પિટલમાં તો એમ્બ્યુલન્સની કતાર લાગી ગઈ હતી. એક પખવાડિયા તો દાહોદ જિલ્લામાં કોરોનાના દૈનિક આંકડો વટાવી રહ્યો હતો. જોકે દાહોદ જિલ્લામાં મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધવા પામતાં દાહોદના મુક્તિધામમાં પણ સવારથી સાંજ સુધી મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાંબી કતારો લાગી હતી.આવી વિકટ પરિસ્થિતિમાં દાહોદ શહેર સહિત જિલ્લામાં અનેક પ્રકારના ભય સાથે ફફડાટની નો માહોલ સર્જાવા પામ્યો હતો. ત્યારે કલેક્ટર શ્રી વિજય ખરાડી ના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય કારગર સાબિત થયા અને કોરોનાનો ગ્રાફ ઝડપથી નીચે ગયો હતો.અને ગત તારીખ 17.2.2021 બાદ આજરોજ આર.ટી.પી.સી.આર.ના અને રેપીટ ટેસ્ટના કેસોમાંથી એકેય કેસ પોઝીટીવ ન નોંધાતાં ટુંક સમયમાં દાહોદ જિલ્લો કોરોના મુક્ત જિલ્લા થવાના એધાણ વાર્તાઈ રહ્યા છે. જિલ્લામાંથી આજે એકેય કેસ સામે આવ્યો નથી. કોરોનાથી આજે મૃત્યુઆંક પણ શુન્ય છે. દાહોદ જિલ્લામાં કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. આજે એકસાથે ૩૧ લોકોએ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી બીજી તરફ દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૭૦૭૭ પાર પહોંચ્યો છે. દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાના કેસોમાં ઘરખમ ઘટાડો જાેવા મળી રહ્યો છે.જે જિલ્લાવાસીઓ માટે  એક સારા સમાચાર છે.જોકે દાહોદ જિલ્લામાં એકાએક કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો નોંધાતાં સાચા અર્થમાં દાહોદ જિલ્લાવાસીઓ કોરોના ગાઈડ લાઈનનું પાલન કરતાં થઈ ગયાં હોય તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોકિત નહીં ગણાય. સાથે સાથે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રની કામગીરી પણ બિરદાવવા લાયક છે.

દાહોદના મુક્તિધામમાં લાંબા સમય બાદ અંતિમ સંસ્કારની જ્વાળાઓ શાંત પડતા હાશકારો  

 એપ્રિલના શરૂ થયેલી કોરોનાની બીજી લહેર દાહોદ જિલ્લા માટે ખુબ જ ઘાતક નીવડી હતી. દાહોદ શહેર સહિત તાલુકામથકો તેમાંય ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધુ વકરતા કોરોના કોરોના સંક્રમણમાં તોતિંગ વધારો થતાં એક સમયે કોરોનાના કેસો દાહોદમાં દૈનિક સદી વટાવી રહ્યા હતા. સાથે સાથે દાહોદ જિલ્લામાં મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધવા પામતાં દાહોદના મુક્તિધામમાં દરરોજના સરેરાશ ૧૫થી ૩૫ જેટલા મૃતદેહો અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવતા દાહોદના મુક્તિધામમાં વહેલી સવારથી મોડી રાતના મોડી રાત સુધી અગ્નિસંસ્કારની જ્વાળાઓ જોવા મળતી હતી. જેને જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.જોકે લોકડાઉન તેમજ કોરોના સંક્રમણને નાથવા માટે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા મેળાવ કારગર સાબિત થતાં ધીમે ધીમે કોરોનાના કેસો ઘટતા દાહોદ જિલ્લો કોરોના મુક્ત થવા જઈ રહ્યો છે.ત્યારે આજરોજ દાહોદ જિલ્લામાં કોરોના ની સાથે મૃત્યુઆંક પણ ઝીરો પર પહોંચતા આજે દાહોદના મુક્તિધામ માં અગ્નિસંસ્કારની જ્વાળાઓ સંપૂર્ણપણે શાંત પડતા દાહોદ જિલ્લા માટે રાહતના સમાચાર છે.

——————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!