
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં લોકશાહી ઢબે શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ.
શાળામાં અભ્યાસ કરતા 223 મતદારોમાંથી 155 ટકા મતદાન થયું હતું જે પૈકી 75 મતોથી જી.એસ ચૂંટવામાં આવ્યા.
સુખસર,તા.7
ભિતોડી પ્રાથમિક શાળામાં લોકશાહી ઢબે શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી.આજ રોજ તારીખ 07/07/ 2022 ગુરૂવારના રોજ ભિતોડી
પ્રાથમિક શાળામાં શાળા પંચાયત બાળ સંસદની ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ લોકશાહી ઢબે યોજવામાં આવી.શાળા કક્ષાએથીજ બાળકોમાં નેતૃત્વ નેતાગીરી ચોકસાઈ,સત્ય જેવા ગુણોનો વિકાસ થાય એ હેતુથી ચૂંટણીની પ્રક્રિયામાં જાહેરનામુ બહાર પાડવું,ફોર્મ ભરવું,ફોર્મ પરત ખેંચવું, પ્રચાર કરવો,સમરસ બનાવવી જેવી પ્રક્રિયા બાદ તારીખ 07/07/ 2022 ગુરુવારના રોજ ચૂંટણી ચૂંટણી યોજવામાં આવી.ચૂંટણી અધિકારી, ઝોનલ અધિકારી, મતદાન અધિકારી, પોલીસ સ્ટાફ,મતદાર યાદી જેવી તમામ પ્રક્રિયાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ મત ગણતરી કરવામાં આવી હતી.જેમાં શાળાની 223 મતદારોમાંથી 155% મતદાન થયું હતું.સમગ્ર શાળામાં ધોરણ 8 ના પારગી સંજયભાઈ સુરતાનભાઈ 75 મતો થી જી.એસ. ચૂટવામાં આવ્યા.સાથે બાળ સંસદમાં 13 ખાતાઓની ફાળવણી કરીને દરેક ખાતાની શિક્ષકોને પણ ખાતાઓની જવાબદારી સોંપવામાં આવી હતી. સૌ બાળકો,શિક્ષકોઅને ગ્રામજનો પણ જોડાયા હતા.