
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાના ચૌસાલા ગામે જમીન સંબંધી મામલામાં ચાર જણાએ મારક હથિયારો સાથે ધીંગાણું મચાવી દુકાનમાં કરી તોડફોડ :એક મહિલા સહીત ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત..
દાહોદ તા.૧૭
દાહોદ તાલુકાના ચોસાલા ગામે જમીન સંબંધી મામલે ચાર જણાએ ભેગા મળી મહિલા સહિત ચાર જણાને લોખંડના પાણીયા વડે, કુહાડીની મુંદર વડે તેમજ હાથમાં ગોફણો લઈ આવી અને ગડદાપાટ્ટુનો માર મારી મહિલા સહિત ચાર જણાને શરીરે ઈજાઓ પહોંચાડી દુકાનની તોડફોડ કરી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા. ૧૬મી જુનના રોજ ચોસાલા ગામે નવાખેડા ફળિયામાં રહેતાં રસુભાઈ રતનાભાઈ ડામોર, કાળાભાઈ રતનાભાઈ ડામોર, રતનાભાઈ વેસ્તાભાઈ ડામોર અને બચુભાઈ રતનાભાઈ ડામોરનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો જેવા કે કુહાડી, લોખંડના પાણીયા તેમજ ગોફણો લઈ આવી પોતાના ગામમાં રહેતાં સોબાનભાઈ માત્રાભાઈ ડામોરના ઘરે આવી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું જે જમીન ખેડે છે તે અમારી છે જેથી સોબાનભાઈએ કહેલ કે, હું મારા ભાગની જમીન ખેડુ છું, તેમ કહેતાં ઉપરોક્ત ચારેય ઈસમો એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાની સાથે લાવેલ કુહાડીની મુંદર, લોખંડના પાણીયા વડે અને ગોફણોમાંથી પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી દલીબેનને, લાલો ઉર્ફે રવિન્દ્રભાઈ રાજુભાઈ ડામોરને, રાજુભાઈ માત્રાભાઈ ડામોર અને મડીબેનને માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી દુકાનની તોડફોડ કરી ભાગે ધિંગાણું મચાવતાં આ સંબંધે સોબાનભાઈ માત્રાભાઈ ડામોરે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.