Monday, 27/06/2022
Dark Mode

દાહોદમાં ધોળેદિવસે થયેલ ચકચારી મર્ડર કેસમાં પોલીસની 5 ટીમો કામે લાગી:હત્યારો તેમજ તેના પિતા પોતાના વાહનો હાઇવે પર મૂકી ફરાર:પોલીસે ડોગ સ્કવોડ તેમજ FSL ની મદદ લીધી..

May 22, 2022
        1325
દાહોદમાં ધોળેદિવસે થયેલ ચકચારી મર્ડર કેસમાં પોલીસની 5 ટીમો કામે લાગી:હત્યારો તેમજ તેના પિતા પોતાના વાહનો હાઇવે પર મૂકી ફરાર:પોલીસે ડોગ સ્કવોડ તેમજ FSL ની મદદ લીધી..

  રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક..

દાહોદમાં ચકચાર મચાવનાર મર્ડર કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ:મર્ડર કર્યા બાદ હત્યારો અને તેના પિતા હાઇવે પર વાહનો મૂકી ફરાર…

પોલીસે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવા ડોગ સ્કવોડ તેમજ FSL ની મદદ લીધી:ડોગ સ્કવોડની મદદથી હત્યારાના વાહનો સુધી પોલીસ પહોચી

હત્યા કર્યા બાદ હત્યારો પોતાનું વાહન ઇન્દોર હાઇવે પર મૂકી ફરાર:ઘટનાની જાણ બાદ હત્યારાના પિતા પણ પોતાનું વાહન હાઇવે પર મૂકી ફરાર…

 

બન્ને પિતા પુત્રના વાહનો નજીકના સ્થળેથી મળી આવતા અનેક શંકા કુશકાઓ:સમગ્ર હત્યાકાંડ અકસ્માત નહિ પણ પૂર્વ આયોજીત કાવતરું..???

પોલીસે પાંચ અલગ અલગ ટીમો બનાવી તપાસનો દોર લંબાવ્યો:દાહોદ શહેરના તમામ એન્ટ્રી પોઇન્ટ, હાઇવે તેમજ હાઇવે હોટલો પર લાગેલા CCTV કેમરાની ફૂટેજોની ચેકીંગ..

નજીકના ભવિષ્યમાં સમગ્ર ભેદ ઉકેલવાનો અણસાર:પોલીસે આધુનિક ટેકનોલોજી,સાંયોગિક અને વિજ્ઞાનનો સમન્વય સાધ્યો..

દાહોદ તા.22

દાહોદ શહેરના કુકડાચોકમાં ગતરોજ સમી સાંજે બનેલા કરપીણ હત્યાંના બનાવમાં પોલીસને અત્યંત મહત્વની કડીઓ મળી હોવાનું પોલિસના જ અંતરંગ વર્તુળ દ્વારા જાણમાં આવ્યું છે.

ભરબજારે બેરહેમીમીથી ફિલ્મી ઢબે ઉપરાછાપરી ચાકુના ઘા ઝીકી કરાયેલી હત્યાં સંદર્ભે પ્રાપ્ત કડીઓ પૂર્તતા કરવાનાં હેતુસર પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસનો દોર લંબાવ્યો છે. તો ઘટના સ્થળે ડોગ સ્કવોડ અને FSL ની ટીમે પણ તપાસ હાથ ધરી હતી. તથા સંયોગિક પુરાવા માટે જરૂરી સેમ્પલો એકત્ર કર્યા હતા. તપાસમાં જોતરાયેલી પોલીસે હત્યારો જે બાઈક પર સવાર હતો. તે બાઈક તથા હત્યારાના પિતાશ્રીએ પોતાની મોટર કાર હાઇવે પર છોડી હતી. ત્યાંથી કબ્જે લઇ હાઇવેની હોટલો તેમજ દાહોદથી બહાર નીકળવાના તમામ રસ્તાઓ પર લાગેલા CCTV ફૂટેજ ખંગાળવાની તજવીજ હાથ ધરી છે. એટલું જ નહિ હત્યારો મુસ્તુફા સાકીર ઉર્ફે બાદશાહ શેખના સંપર્કમાં રહેલા અને કેટલાક સંદિગ્ધ ગણાતા તથા કેટલાક શંકાસ્પદ ઈસમો ને રાઉન્ડઅપ કરી પૂછપરછ હાથ ધરી હતી.યુનુસભાઇની હત્યાંમાં માત્ર અકસ્માતનું બહાનું બનાવ્યાનું તલસ્પર્શી તપાસમાં બહાર

આવ્યું હોવાનું આધારભુત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસને પ્રાપ્ત મહત્વની કડીમાં હત્યારો આરોપી પકડાશે ત્યારે જ સિલસિલાબંધ વિગતો સામે આવવાનો અનુમાન છે. ત્યારે મળતી માહિતી મુજબ આ હત્યાં પૂર્વયોજીત કાવતરું હોવાનું પણ કેહવાઈ રહ્યું છે.જોકે આ તમામ ઘટનાક્રમની સાથે મરણજનાર યુનુસભાઇની આજે બપોરે દફનવિધિ કરવામાં આવી હતી.

સમગ્ર હત્યાકાંડમાં અકસ્માત એક બહાનું..? અન્ય કોઈ કાવતરું? હત્યારો તેમજ તેને સાથ આપનાર ઈસમો ભૂગર્ભમાં ઉતર્યા: પોલીસે ભેદ ઉકેલવા આધુનિક ટેકનોલોજી તેમજ સંયોગિક અને વિજ્ઞાનનો સમન્વય સાધ્યો..

ગતરોજ સમી સાંજે સતત ટ્રાફિકથી ધમધમતા વલ્લભચોકમાં બનેલી ઘટના માત્ર અકસ્માતના કારણે નહિ પરંતુ પૂર્વયોજીત કાવતરું હોવાની આશંકા સત્ય પુરવાર થવાની ચર્ચાઓએ જન્મ લીધો છે. હાલ સમગ્ર બનાવમાં સંડોવાયેલો હોવાનું માનતા અન્ય ઈસમો ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોવાથી પોલીસ પકડથી દૂર હોઈ મહત્વની કડીઓમાં કંઈક ખૂટતું હોવાનું લાગતા પોલીસે આધુનિક ટેક્નોલોજી સંયોગિક અને વિજ્ઞાનનો સમન્વય સાધી તપાસનો દોર લંબાવ્યો છે. ચોતરફની તપાસમાં ખુબ જ નજીકના ભવિષ્યમાં હત્યાંના કારણના ભેદ ઉકેલાઈ જવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

સમગ્ર હત્યાકાંડમાં યુનુસભાઇ ગતિવિધિઓ અંગે રેકી કરાઈ હોવાની આશંકા

સમગ્ર મામલામાં જેની હત્યાં થઇ છે. તે યુનુસભાઇ કોણે નડતો હતો.? એ તો તપાસના અંતે બહાર આવશે જ જોકે યુનુસભાઇની રોજબરોજની ગતિવિધિયોની હત્યારા દ્વારા રેકી પણ કરાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે હત્યાંની સિલસિલા બંધ વિગતો મુખ્ય આરોપી ઝડપાશે ત્યારે બહાર આવવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.

ભર બજારે હત્યાને અંજામ આપી હત્યારો બિન્દાસપણે નીકળી ગયા બાદ ફરાર: પિતા-પુત્ર નજીકના સ્થળે વાહનો મુકીને ફરાર થયાં

હત્યાં કરીને ફરાર થયેલો મુસ્તુફા શેખ જાણે કશું બન્યું જ નથી તે રીતે બિન્દાસ્ત બાઈક લઈને નીકળી ગયો હતો.અને ઇન્દોર અમદાવાદ હાઇવે પર ખોડિયાર હોટલ નજીક આવેલા મંદિર પાસે પોતાની બાઈક મૂકી ફરાર થઈ ગયો હતો. તો હત્યારાના પિતા શાકીર ઉર્ફે બાદશાહ શેખ પોતાના કબ્જા હેઠળની ફોરવહીલ ગાડી હાઇવે પર સ્થાનિક સરપંચના ઘર નજીક મૂકીને ફરાર થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફરાર થયેલા પિતા પુત્રના વાહનો એક જ તરફ ના માર્ગમાં તેમજ ખુબ જ નજીકના સ્થળે મૂકીને ફરાર થઈ ગયા છે. ત્યારે ફરાર થયેલા બન્ને પિતા પુત્ર કોઈક ખાનગી વાહનમાં સાથે ગયા છે. કે અલગ અલગ ગયા છે. તેની પણ પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

દાહોદમાં ચકચાર મચાવનાર મર્ડર કેસમાં પોલીસ દ્વારા પાંચ 5 ટીમો બનાવી તપાસનો દોર લંબાવ્યો: પિતા-પુત્ર વાહનો હાઇવે પર મૂકી ફરાર..

આ ચકચાર મચવનાર મર્ડરના બનાવમાં પોલીસે રીઢા મૂકી દેવાયેલા બન્ને વાહનો હાઇવે પરથી કબ્જે લઇ અલગ અલગ પાંચ જેટલી ટીમો બનાવી પ્રાપ્ત થયેલી વિવિધ કડીઓને સાંકડીને તે દિશામાં અલગ અલગ ટીમોને રવાના કરી તપાસમાં જોતરી છે. ત્યારે સંદિગ્ધને રાઉન્ડ અપ કરીને જે પૂછપરછ હાથ ધરાઇ છે.જેમાં પોલીસને મહત્વની વિગતો પણ પ્રાપ્ત થવા પામી હોવાનું જાણમાં આવ્યું છે.જોકે મુખ્ય હત્યારો ઝડપાશે ત્યારે સમગ્ર હકીકતો બહાર આવવાની શકયતાઓ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!