
સુમિત વણઝારા
દાહોદમાં પોલીસ મથકની સામે બે પક્ષો બાખડ્યા: ૫ મહિલા સહિત ૧૦ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઇ..
દાહોદ તા.6
દાહોદ શહેરની રાત્રી બજાર ખાતે ટાઉન પોલીસ મથકની સામે પાંચ મહિલા સહિત ૧૦ ઈસમોના ટોળાએ જાહેરમાં ઝઘડો તકરાર કરી છૂટા હાથની મારામારી કરતા આ સંબંધે દાહોદ શહેર પોલીસે દસ ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
ગત તારીખ પાંચમી એપ્રિલના રોજ વિપુલભાઈ બરમાભાઇ ડામોર રહેવાસી રાછરડા તાલુકો જિલ્લો દાહોદ, દીપકભાઈ બરમાભાઇ ડામોર, સવિતાબેન બરમાભાઇ ડામોર, લક્ષ્મીબેન રાજેશભાઈ માંડવીયા રહેવાસી રામનગર ચાકલીયા રોડ દાહોદ, પંકજભાઈ મુકેશભાઈ પીઠાયા રહેવાથી જીવનદીપ સોસાયટી દાહોદ, અજય ભાઈ દિનેશભાઈ પીઠાયા રહેવાસી રાણાપુર તાલુકો જિલ્લો દાહોદ, દીપકભાઈ જયંતીભાઈ પીઠાયા, લક્ષ્મીબેન મહેશભાઈ પિઠીયા રહેવાસી સુખદેવ કાકાની ચાલ ચાકલીયા રોડ દાહોદ, ઉષાબેન મહેશભાઈ પિઠીયા અને રવિના બેન મહેશભાઈ પિઠીયાનાઓ દાહોદ શહેર ખાતે આવેલ રાત્રી બજાર ની સામે સામ અને તે પણ પોલીસ ચોકી ની સામે જાહેરમાં બેફામ ગાળો બોલી ઝઘડો તકરાર કરી છૂટા હાથની મારામારી કરતા આ અંગેની જાણ નજીકમાં આવેલ દાહોદ ટાઉન પોલીસને થતાં પોલીસ દ્વારા ઉપરોક્ત તમામની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા અને ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.