દાહોદ તાલુકા ભાજપ મહિલા મોરચા તેમજ ડો. સેલ દ્વારા  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સગર્ભા મહિલાઓનું આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ તાલુકા ભાજપ મહિલા મોરચા તેમજ ડો. સેલ દ્વારા  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સગર્ભા મહિલાઓનું આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો

દાહોદ તા.10

દાહોદ તાલુકા મા ભાજપ મહિલા મોરચા તથા ડો.સેલ દ્વારા મહિલા દિવસ નિમિત્તે સગર્ભા મહિલાઓની આરોગ્ય તપાસ કાર્યક્રમમાં દાહોદ *જનની હોસ્પિટલમાં* સગર્ભા મહિલાઓને પોતાનું તથા આવનાર બાળક ને પોષણ કેવી રીતે મળી રહે સ્વસ્થ રહી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

જે પ્રસંગે જનની હોસ્પિટલ ના માલીક ડો. સેલ ના દાહોદ જિલ્લા સંયોજક શ્રી કે. આર.ડામોર સાહેબ, ડો. નીલમભાઈ બામણ,જિલ્લાપંચાયત પ્રમૂખ સીતલબેન વાઘેલા,જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રી મેઘાબેન પંચાલ,જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઇ સોની, જિલ્લા મહામંત્રી કનૈયાભાઈ કિશોરી, દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખચ્ચર, જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ મોનાલીસાબેન, બક્ષીપંચ મોરચા પ્રમુખ હિમાંશુભાઇ પંચાલ,તાલુકા સભ્ય ગલાલિયાવાડ જસવંતભાઈસંગાડા,

તથા દાહોદ તાલુકા, શહેર મોરચા ની બહેનો ઉપસ્થિત રહ્યા. જેમા દાહોદ તાલુકા ની 70બહેનો ની મફત તપાસ કરવામાં આવી.

Share This Article