Friday, 29/03/2024
Dark Mode

ગરબાડા તાલુકાના પાટિયા ગામે  ફોરવીલ ગાડી તેમજ બાઈક સામસામે અથડાયા: ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત 

March 7, 2022
        576
ગરબાડા તાલુકાના પાટિયા ગામે  ફોરવીલ ગાડી તેમજ બાઈક સામસામે અથડાયા: ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત 

  રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના પાટિયા ગામે  ફોરવીલ ગાડી તેમજ બાઈક સામસામે અથડાયા: ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત 

ગરબાડા તા.7

ગરબાડા તાલુકાના પાટિયા ગામે એક ફોર વહીલર તેમજ બાઈક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેઓને 108 મારફતે હોસ્પિટલ ખાસેડવાનું જાણવા મળેલ છે

 

ગરબાડા તાલુકાના પાટિયા નેલ ફળીયા ના પ્રેમા ભાઈ નલસીંગ ભાઈ ડામોર પોતાની કબ્જા હેઠળની GJ20H 9347 નંબરની મોટર સાઇક્લ પર તેના બીમાર પિતા માલસીંગ ભાઈ તેમજ માતા રૂમલી બેનને સારવાર અર્થે ગાંગરડી ખાતે સારવાર અર્થે દવાખાને લઈ ગયો હતો ત્યારે ત્યાંથી બપોરના સમયે આવતી વેળા પાટિયા ગામ નજીક GJ18 GB 1671 નંબરની ખીલખીલાટ ઈકો ગાડીએ મોટર સાઇકલને ટક્કર મારતા રોડની સાઈટમાં ઉતરી જતા સર્જાયેલા માર્ગ અકસ્માત માં મોટર સાઇક્લ પર સવાર ત્રણેય ઈસમોને ઈજાઓ પહોંચતા તેઓને નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા ઉપરોક્ત બનાવ સંદર્ભે ગરબાડા તાલુકાના પાટિયા નેલ ફળીયા ના પ્રેમા ભાઈ નલસીંગ ભાઈ ડામોરે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે ખીલખીલાટ ઈકો ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!