více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદ જિલ્લામાં તા. ૨૯ માર્ચના રોજ ગુજરાત કોમન એન્ટ્ર૨ન્સ ટેસ્ટ(ગુજકેટ)-૨૦૨૬ની પરીક્ષા અન્વયે જાહેરનામું ફરમાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.એમ.રાવલ* *દાહોદ જિલ્લામાં આગામી ૨૯ માર્ચ ના રોજ ગુજકેટ માટે ૧૯૧૬ વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે*

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદ જિલ્લામાં તા. ૨૯ માર્ચના રોજ ગુજરાત કોમન એન્ટ્ર૨ન્સ ટેસ્ટ(ગુજકેટ)-૨૦૨૬ની પરીક્ષા અન્વયે જાહેરનામું ફરમાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.એમ.રાવલ*

*દાહોદ જિલ્લામાં આગામી ૨૯ માર્ચ ના રોજ ગુજકેટ માટે ૧૯૧૬ વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે*

*૧૯૧૬ પરિક્ષાર્થીઓ માટે ૧૦ બિલ્ડીંગોમાં કુલ ૯૮ બ્લોકની કરાઈ વ્યવસ્થા*

દાહોદ તા. ૨૫

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) પરીક્ષા તા.૨૯/૦૩/૨૦૨૬ ને રવિવારના રોજ સવારના ૧૦:૦૦ કલાકથી બપોરના ૫:૦૦ કલાક દરમિયાન જિલ્લા મથકે ૧૦ બિલ્ડિંગના ૯૮ બ્લોકમાં ૧૯૧૬ વિધાર્થીઓની ત્રણ સેશનમાં પરીક્ષા યોજાનાર છે. 

આ પરીક્ષા દરમિયાન ભારતીય નાગરિક સુરક્ષા કાયદા-૨૦૨૩ કલમ-૧૬૩ હેઠળ હુકમ કરેલ પરીક્ષા સમયગાળા ૧૦૦ મીટર વિસ્તારમાં પરીક્ષા કેન્દ્રોમાં પ્રસારણના દિવસોમાં લાઉડ સ્પીકરોનો ઉપયોગ પર પ્રતિબંધ અને પરીક્ષા સ્થળોમાં બિન અધિકૃત વ્યક્તિઓ પરીક્ષા રથળે પ્રવેશ ન કરે તે અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે.

(૧) ઝેરોક્ષ મશીનોનો દુર ઉપયોગ રોકવા સારૂ જુદા-જુદા પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ મશીનો પરીક્ષા સમય/સંચાલન સમય સુધી ઝેરોક્ષ મશીનો, કોપીયર મશીનનો ઉપયોગ સદંતર બંધ રાખવા ફરમાવવામાં આવે છે.

(૨) પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા સમયે પ્રશ્નપત્રને લગતું કોઈપણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ, મોબાઈલ, ડિજીટલ ઘડીયાળ કે અન્ય કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીક સાધનો ઉપર પ્રતિબંધ છે. જેથી આવા સાધનો/સાહિત્યો સાથે પ્રવેશ કરી શકશે નહી કે સાથે પણ લાવી શકશે નહી.

(3) આ હુકમ સરકારી કચેરીઓનાં ઝેરોક્ષ મશીનોને લાગુ પડશે નહી.

(૪) પોલીસ સ્ટાફ એ પરીક્ષા ખંડની અંદર પ્રવેશ કરવાનો રહેશે નહી.

(૫) પરીક્ષા કેન્દ્રોની આસપાસ પરીક્ષાર્થીઓ સિવાય અન્ય વ્યક્તિઓ બિનજરૂરી ભેગી થવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

(૬) પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થી તથા ફરજ સોંપેલ અધિકારી/કર્મચારી સિવાય પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

(૭) પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે હેતુથી લાઉડ સ્પીકરના ઉપયોગ પર સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે.

*અમલવારીનો સમય અને વિસ્તાર*

આ જાહેરનામું તા.૨૯/૦૩/૨૦૨૬ના રોજ સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી અમલમાં રહેશે અને સમગ્ર દાહોદ જિલ્લાના મહેસૂલી હદ વિસ્તારમાં લાગુ પડશે. *શિક્ષા* આ હુકમનો ભંગ અથવા ઉલંઘન કરનાર શખ્શ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૨૨૩ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે દાહોદ જિલ્લામાં ફરજ બજવતાં પોલીસ કોન્સટેબલ તથા તેનાથી ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી કર્મચારીઓને પોલીસ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે, એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દાહોદ દ્વારા જણાવાયું છે.

૦૦૦

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard