více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

રખડતા કૂતરાઓનો આતંક યથાવત, સુપ્રીમ કોર્ટની ટકોર બાદ પણ તંત્ર ગાઢ નિંદ્રામાં.. સિંગવડ તાલુકાના પહાડ ગામે એક માસુમ બાળક ઉપર શ્વાનનો હુમલો,

Editor Dahod Live
1 Min Read

રખડતા કૂતરાઓનો આતંક યથાવત, સુપ્રીમ કોર્ટની ટકોર બાદ પણ તંત્ર ગાઢ નિંદ્રામાં..

સિંગવડ તાલુકાના પહાડ ગામે એક માસુમ બાળક ઉપર શ્વાનનો હુમલો,

દાહોદ તા.૨૪

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ ગામે સ્વાન ના આતંક ને પગલે વિસ્તારમાં અપરાધ ફેલાઈ જવા પામ્યો છે જેમાં એક સ્વાને એક બાળક ઉપર હુમલો કરતા બાળકને સારવાર હેઠળ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

સિંગવડ તાલુકાના પહાડ ગામમાં રહેતા ગીરીશભાઈ મકવાણા નો પાંચ વર્ષીય પુત્ર વનરાજ મકવાણા પોતાના ઘરની બહાર નીકળ્યો હતો. આ દરમિયાન ત્યાં ભટકી રહેલા એક વાલે સ્વાને બાળક પર એકાએક હુમલો કરી દીધો હતો અને એટલી હદે આતંક મચાવ્યો હતો કે બાળક કઈ સમજે તે પહેલા તેને બચકા ભરવાનું શરૂ કરી દીધું હતું સ્વાને પહેલા બાળકના હાથના ભાગે પકડીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાળક લોહી લુહાણ થઈ જતા બુમાબુમ કરતા શ્વાન વધુ હિંસક બન્યો હતો અને ત્યારબાદ વનરાજના માથાના ભાગે કમકમાટી ભર્યા બચકા ભર્યા હતા. માથામાં ઊંડો ઘા પડવાના કારણે બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ઢળી પડ્યો હતો બાળકની ચીસો સાંભળતા આસપાસના લોકો, પરિવારજનો દોડી આવતા શ્વાન ત્યાથી ભાગી છૂટ્યો હતો પરિવારજનોએ લોહી લુહાણ હાલતમાં વનરાજ ને ઉપાડી તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો બાળકની હાલત હાલમાં નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard