více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

ગોવિંદ ગુરુ લીમડી તાલુકાનાં ગોવિંદ ગુરુ કંબોઈ ધામ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ – જન જાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી

Editor Dahod Live
2 Min Read

દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ

ગોવિંદ ગુરુ લીમડી તાલુકાનાં ગોવિંદ ગુરુ કંબોઈ ધામ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ – જન જાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી

દાહોદ તા. ૧૫

ગુજરાત રાજ્ય નાણાં પંચની અધ્યક્ષ યમલ વ્યાસ , ધારાસભ્ય મહેશભાઇ ભૂરીયાની વિશેષ ઉપસ્થિતિમાં ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના કંબોઈ ધામ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને જન જાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ હતી.

કાર્યક્રમની શરૂઆતમાં રાજકીય અગ્રણીઓએ ગોવિંદ ગુરુ સમાધિ ધામ ખાતે આરતી-પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ સભામંડપ ખાતે દિપ પ્રાગટ્ય કરીને મુખ્ય મહેમાનો દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સ્વાગત ગીત અને પ્રાર્થના ગીત દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા.

પ્રોગ્રામનું શાબ્દિક સ્વાગત પ્રાંત અધિકારી એ કે ભાટિયા દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનો યમલ વ્યાસ, મહેશભાઈ ભૂરીયા તેમજ અન્ય આગેવાનોનું પુષ્પગુચ્છ, પાઘડી અને આદિવાસી બંડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું. સ્કૂલની બાલિકાઓએ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતાં સુંદર નૃત્યનું પ્રસ્તુતિ કરી સૌનું મન મોહી લીધું. પાંચે પાંચ સ્ટેજ ટીમોને ધારાસભ્ય મહેશ ભૂરીયાએ રૂ. 5000નો રોકડ ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા.

આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઇ ભૂરીયાએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના મસીહા અને દેશના વીર ક્રાંતિકારી હતા. નાની ઉમરે અંગ્રેજ શાસકોથી લડી સમાજના હકો માટે સશક્ત સંઘર્ષ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેડિયાપાડા ખાતે યોજાયેલ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ અહીં કંબોઈ ધામમાં મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન આદિજાતિ સમાજના રમતવીરો, તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિવિધ લાભાર્થીઓને પ્રશસ્તિપત્ર તથા યોજનાના લાભો પ્રદાન કરવામાં આવ્યા. સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.

આજના ભવ્ય કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ યમલ વ્યાસ, ધારાસભ્ય મહેશભાઇ ભૂરીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી પી.આર. દવે, પ્રાંત અધિકારી એ કે ભાટિયા, મામલતદાર શૈલેન્દ્ર પરમાર, લીમડી મામલતદાર બિપીન ડીંડોર, ટી.ડી.ઓ કલ્પેશ ગઢવી, અધિકારીશ્રીઓ, જિલ્લા તથા તાલુકા પંચાયત સદસ્યો, નગરપાલિકા કાઉન્સિલરો, તલાટીઓ, સરપંચો સહિત વિશાળ જનસમુદાય ઉપસ્થિત રહ્યો હતો.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard