Saturday, 15/11/2025
Dark Mode

દેવગઢ બારીઆમાં એસ.કે. મોટર્સ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો છાપો,દસ્તાવેજ વગરના ૯ વાહનો કબજે રૂ. ૨૭.૩૦ લાખના વાહનો જપ્ત, ચેસિસ નંબર અને નંબર પ્લેટમાં છેડછાડની શંકા, 

November 4, 2025
        10968
દેવગઢ બારીઆમાં એસ.કે. મોટર્સ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો છાપો,દસ્તાવેજ વગરના ૯ વાહનો કબજે  રૂ. ૨૭.૩૦ લાખના વાહનો જપ્ત, ચેસિસ નંબર અને નંબર પ્લેટમાં છેડછાડની શંકા, 

દેવગઢ બારીઆમાં એસ.કે. મોટર્સ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો છાપો,દસ્તાવેજ વગરના ૯ વાહનો કબજે

રૂ. ૨૭.૩૦ લાખના વાહનો જપ્ત, ચેસિસ નંબર અને નંબર પ્લેટમાં છેડછાડની શંકા, 

બેની અટકાયત અને ત્રણ આરોપી ફરાર.

દાહોદ તા.૦૪

દેવગઢ બારીઆમાં એસ.કે. મોટર્સ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો છાપો,દસ્તાવેજ વગરના ૯ વાહનો કબજે રૂ. ૨૭.૩૦ લાખના વાહનો જપ્ત, ચેસિસ નંબર અને નંબર પ્લેટમાં છેડછાડની શંકા, 

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં આવેલ એસ. કે. મોટર્સ ખાતે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરતા એસ. કે. મોટર્સમાંથી પોલીસે આધાર પુરાવા કે જરૂરી દસ્તાવેજો વગરના ૮ ફોર વ્હીલર વાહનો તેમજ એક ટુ વ્હીલર ગાડી મળી કુલ રૂપીયા ૨૭,૩૦,૦૭૦ ની કિંમતના વાહનો કબજે કરવામાં આવતા દેવગઢ બારીઆ પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ બનાવમાં પાંચ પૈકી 2 ઇસમોની અટકાયત કરી હોવાનું જ્યારે અન્ય ત્રણ આ ઘટનાને પગલે ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું કહેવાય રહ્યું છે.

દેવગઢ બારીઆમાં એસ.કે. મોટર્સ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો છાપો,દસ્તાવેજ વગરના ૯ વાહનો કબજે રૂ. ૨૭.૩૦ લાખના વાહનો જપ્ત, ચેસિસ નંબર અને નંબર પ્લેટમાં છેડછાડની શંકા, 

દેવગઢ બારીઆ નગરમાં પીપલોદ રોડ ઉપર આવેલ એસ. કે. મોટર્સ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જુના, પુરાના વાહનોની લેવેચ કરવામાં આવે છે. આ એસ કે મોટર્સ દ્વારા વાહનોની લે વેચ ની સાથે ચેચીસ નંબરો તેમજ નંબર પ્લેટમાં પણ છેડછાડ કરતા હોવાનું છેલ્લા ઘણા સમયથી ચર્ચા રહ્યું હતું. ત્યારે આ સમગ્ર જાણકારીને ધ્યાનમાં રાખી ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે ગતરોજ એટલે કે તારીખ 3 નવેમ્બરના રોજ આ એસ કે મોટર્સ ખાતે ઓચિંતો છાપો મારી તલાશી લેતાં જેમાં પોલીસે એસ કે મોટર્સમાંથી વાહનોના આધાર પુરાવા કે જરૂરી દસ્તાવેજો વગરના આઠ ફોરવીલર વાહન તેમજ એક ટુવિલર વાહન મળી 9 વાહનો કબજે કર્યા હતા.

દેવગઢ બારીઆમાં એસ.કે. મોટર્સ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો છાપો,દસ્તાવેજ વગરના ૯ વાહનો કબજે રૂ. ૨૭.૩૦ લાખના વાહનો જપ્ત, ચેસિસ નંબર અને નંબર પ્લેટમાં છેડછાડની શંકા, 

કબજે કરવામાં આવેલ વાહનોની કુલ કિંમત રૂપિયા ૨૭,૩૦,૦૭૦ ના વાહનો પોલીસે કબજે લઈ સ્થળ પર હાજર વસીમ અહેમદભાઈ બંડીબારીયા અને સાકીર ફારૂકભાઈ પટેલ (બંને રહે. દેવગઢ બારીયા, તા.દેવગઢ બારીયા, જિ.દાહોદ) નાઓની પોલીસે અટકાયત કરી હતી જ્યારે અન્ય આરોપીઓમાં સિકંદર રામાવાળા, ફારૂકભાઈ મજીદભાઈ પટેલ અને કૌશલ ઉર્ફેક ચિન્ટુ વિમલભાઈ સોની (ત્રણે રહે. દેવગઢ બારીયા, તા.દેવગઢ બારીયા, જી.દાહોદ) ના પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કાવતરું ઉપરોક્ત પાંચે ઈસમો દ્વારા એકબીજાના મેળાપીપણામાં ઈરાદાપૂર્વક મૂળ માલિક તથા અન્ય વ્યક્તિઓ સાથે ઠગાઈ કરવાના હેતુથી આ ગુન્હાહિત કાવતરું કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

આ સંબંધે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!