બાબુ સોલંકી:- સુખસર
*સુખસર તાલુકાના ઘાણીખુટ વળાંકમાં અકસ્માતે ટ્રેક્ટર માંથી પડતા 55 વર્ષીય આઘેડનું મોત*
*જવેસીથી શીરા(પાળીયા)લેવા માટે ટ્રેક્ટરમાં બેસી સુખસર ખાતે આવતા સમયે ઘટના બની.*
સુખસર,તા.3
સુખસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર વાહન અકસ્માતના બનાવો બને છે.તેવી જ રીતે આજરોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં જવેસી ગામેથી શીરા(પાળીયા)લેવા માટે જવેસીના લોકો ટ્રેક્ટરમાં બેસી સુખસર આવી રહ્યા હતા.તેવા સમયે જવેસીના એક 55 વર્ષીય આઘેડ અકસ્માતે ટ્રેક્ટર માંથી પડતાં આંતરિક ઇજાઓના કારણે સારવાર મળે તે પહેલાજ મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળે વિગતો મુજબ સુખસર તાલુકાના જવેસીના તલાવડી ફળિયામાં રહેતા કલાભાઈ હરસિંગભાઈ ભેદી(ઉંમર વર્ષ આશરે 55)નાઓ આજરોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં જવેસીથી ટ્રેક્ટર માં બેસી સુખસર ખાતે શિરા(પાળીયા) લેવા માટે આવી રહ્યા હતા.તેવા સમયે ઘાણીખુટ વળાંકમાં આવતા કલાભાઈ ભેદી અકસ્માતે ટ્રેક્ટર માંથી રોડ ઉપર પડી ગયા હતા.જેથી તેઓને માથામાં તથા શરીરે આંતરિક ઇજાઓ થતા તાત્કાલિક ખાનગી વાહનમાં સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા.જ્યાં ફરજ ઉપરના તબિયત દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ અકસ્માત ટ્રેક્ટર ચાલક પોતાના કબજાના ટ્રેક્ટરને લઈ સ્થળ ઉપરથી લઈ જતો રહ્યો હોવાનું પણ જાણવા મળે છે. આ ટ્રેક્ટર જવેસી ગામનું હોવાનું પણ જાણવા મળે છે.જ્યારે લાશને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે મૂકવામાં આવેલ છે. જવેસી ભેદી પરિવારના સભ્યનું અકાળે આકસ્મિક મોત નીપજતાં પરિવારમાં રોકકળ મચી જવા પામી હોવાનું જાણવા મળે છે.