દાહોદ તાલુકાના જાલત ગામે દિવાળીની રાત્રે બે મકાનોમાં આગ,8 લાખથી વધુનો મુદ્દામાલ ભસ્મ.!
ફટાકડાથી આગ લાગ્યાનું અનુમાન — ફાયર ઓફિસર દીપેશ આર. જૈનની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો,
મકાનમાં રહેલા સામાન અને આઠ બકરાં સહિતનો મુદ્દામાલ સળગ્યો
દાહોદ તા.21
દાહોદ તાલુકાના જાલત ગામે દિવાળીના દિવસે રાત્રિ દરમિયાન બે બે નળિયાવાળા મકાનોમાં એકાએક આગ લાગી હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોઈ કંઈક સમજે તે પહેલા આગની જ્વાળાઓએ બંને મકાનોને ઘેરી લેતા આ બનાવમાં બંને મકાનોમાં મુકેલો સર સામાન , મૂંગા પશુઓ સહિત આઠ લાખ ઉપરાંતનો મુદ્દામાલ સળગી જતા મકાન માલિકને નુકસાન પહોંચ્યું છે. આ ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ ઓલવી હતી. પરંતુ આ બંને મકાનોમાં આગ કેવી રીતે લાગી હતી. હાલ સામે આવ્યો નથી પરંતુ ફટાકડાના લીધે આગ લાગી હોવાનું અનુમાન છે.
દિવાળીના પર્વ દરમિયાન ફટાકડા અને આતિશબાજી સમયે આગ અકસ્માત ની આકસ્મિક ઘટનાને તાત્કાલિક પહોંચી વળવા ફાયર ઓફિસર દીપેશ.આર જૈન સહિત તમામ ફાયર સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક ફાયર સ્ટેશન ખાતે હાજર રાખવામાં આવ્યા હતા આ દરમિયાન રાતના 11:00 વાગ્યે દાહોદ ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી કે દાહોદ તાલુકાના જાળત નવા ઝુંપડા ફળિયાના રૂમાલ ભાઈ મકનાભાઈ બીલવાલ તેમજ સુભાષભાઈ જેમાલ ભાઈ બીલવાલના નળિયાવાળા મકાનોમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ નવા ઝુપડા ફળિયા ખાતે પહોંચી હતી. ત્યાં સુધીમાં તો આગની લપટોમાં બંને મકાનો બળી જતા મકાનમાં મુકેલા ઘરવખરીનો સામાન, ચાંદીના દાગીના , આઠ બકરા મળી અંદાજે આઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ સળગી જતા
મકાન માલિકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ આગ કયા કારણોસર લાગી હતી. તે હાલ સામે આવ્યું નથી. પરંતુ ફટાકડાના લીધે આ બનાવ બન્યો હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.