více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન નોંધણી કરવી*

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન નોંધણી કરવી*

દાહોદ તા. ૧૯

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, દાહોદની અખબારી યાદી જણાવે છે કે, અત્રેની કચેરીમાં 2-wheeler (મોટર સાયકલ) ના ગોલ્ડન, સિલ્વર નંબરોની નવી સીરીઝ GJ20BN તથા 4-wheeler (મોટર કાર)ની જુની સીરીઝ GJ20CA નું re-auction શરૂ કરવામાં આવનાર હોય, નીચે મુજબની સૂચનાઓને ધ્યાને લઈ ઓનલાઈન હરાજીનો મહત્તમ લાભ લેવા જણાવવામાં આવે છે. 

– E-Auction Process ઓનલાઈન અરજી કરવાની તારીખ 22/09/2025 ના રોજ 04:00 કલાકે  

– ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 24/09/2025 ના રોજ 03:59:59 કલાકે

– ઇ-ઓક્શન શરૂ તારીખ 24/09/2025 ના રોજ 04:00 કલાકે 

– ઇ-ઓક્શન સમાપ્ત તારીખ 26/09/2025 ના રોજ 04:00 કલાકે 

– જે નંબર ઓનલાઈન ઉપલબ્ધ હશે તે નંબર મેળવી શકાશે.

પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા માટે http://parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીના પરિપત્ર ક્રમાંક નં.આઈ.ટી/પસંદગીનંબર/ઓનલાઈનઓક્શન/7421,તા.12/10/2017 Appendix-A (આ સાથે સામેલ છે) ની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે.

પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માથી જે વહેલું હોય તે તારીખથી 7 દિવસની અંદર www.parivahan.gov.in વેબસાઇટ પરથી CNA ફોર્મ ભરી લેવાનું રહેશે.(process flow સામેલ છે) આવી અરજી કર્યાની તારીખથી 60 દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે 60 દિવસમાં અરજદારશ્રી ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાથી અરજદારશ્રીને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં. તો અરજી તારીખથી ગણતા 60 દિવસ એટલે કે છેલ્લા દિવસે રજીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતીથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદારશ્રી કોઈ વાંધો લઈ શકશે નહીં.

ખાસ સ્પષ્ટતા કરવાની કે, આ 60 દિવસની મર્યાદા અરજદારશ્રીને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. 60 દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની 30 દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નિયમોમાં કરવામાં આવેલ નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા પછી તેમનું વાહન અનરજીસ્ટર્ડ ગણાશે. તેમજ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

અરજદારશ્રીએ હરાજીની પ્રક્રિયા પૂરી થયાના 5 દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવાના રહેશે. અરજદારશ્રી જો આ નિયત મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ( Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે. જેમાં અરજદારશ્રી કોઈ વાંધો લઈ શકશે નહી ઓનલાઈન ઓક્શન દરમિયાન અરજદારશ્રીએ આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે.

અસફળ અરજદારશ્રીએ રિફંડ માટે જે તે અરજદારશ્રીના ખાતામાં SBI e-poy દ્વારા અત્રેની કચેરી દ્વારા પરત કરવામાં આવશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દાહોદ દ્વારા એક અખબારી યાદી દ્વારા જણાવાયુ છે.

૦૦૦

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard