ઈલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર નગરમાં શાંતિપૂર્વક માહોલમાં જશને ઈદે મિલાદે નબી ઉજવણી કરાઈ…
સંતરામપુર તા. ૫
સંતરામપુરમાં સવારથી જુમ્મા મસ્જિદ પાસેથી ઈદે મિલાદુન નબીનુ જુલુસ શરૂઆત કરવામાં આવેલી હતી જુમ્મા મસ્જિદ પાસે પીપળી વિસ્તાર ટાવર રોડ પોલીસ સ્ટેશન લોહીવાડ લુણાવાડા રોડ ગોધરા ભાગોળ વિસ્તાર માં ઝુલુસ કરીને પઈગંબર સાહેબને 1500 સાલની વિલાદતની ઉજવણી કરવામાં આવી ઠેર ઠેર ઠંડા પીણાંનું આયોજન નાસ્તો ખાણી જુમ્મા મસ્જિદના બાળકો એક જ પ્રકારનો લીબાસ પહેરીને આકર્ષણ જમાવ્યું હતું ટેકરી ફળિયા અને પીપળી ફળિયા બંને જગ્યાએ ગણેશ સ્થાપના કરવી હતી તેની પંડાલની બાજુમાં બંને સમાજના અગ્રણીઓ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપુરા માહોલમાં આ જુનુ પસાર કરવામાં આવેલું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હત હર દેશ મે ગુંજેગા યાર સુલ્લા આખું સંતરામપુર નગર ગુંજી ઉઠ્યો હતો જુલુસમા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા બાળકો યુવાનો વડીલો જુલુસમા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા બસ સ્ટેન્ડ ચાર રસ્તા પાસે પારસ મળ્યું હોસ્પિટલ ના ડોક્ટર કલ્પેશ નીનામા ઇદે મિલાદની શુભેચ્છા પાઠવેલી અને પ્રસાદી તરીકે બુંદીના લાડુ મોટી સંખ્યામાં વિતરણ કર્યું હતું જુમ્મા મસ્જિદ પાસે મસ્જિદમા પેસ ઈમામ શાંતિ અમન માટે દુમા પણ કરેલ કાર્યક્રમમાં સાત સહકાર આપનાર પોલીસ વિભાગને સમાજના પ્રમુખ અશફાકભાઈ ભૂરા ગુલદસ્તો આપીને તેનો આભાર વ્યક્ત કર્યો હતો સંતરામપુરના પીઆઇ કે કે ડીંડોર અને પોલીસ વિભાગ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જવાબદારી પૂર્વક નૈતિકતા અને ફરજ નિભાવેલી હતી

રાત્રિના સમયે ત્રણ દિવસનો જલસા નું આયોજન કરાયું ઇનામ પણ વિતરણ કરવામાં આવશે સંતરામપુરમાં જુમ્મા મસ્જિદ મસ્તાન બાવા દરગાહ ફૈજાન મસ્જિદ માં બાલ મુબારક આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યાને મુસ્લિમ બિરાદ રહે બાલ મુબારક ના દિદાર કર્યા હતા આ રીતે સંતરામપુર નગરમાં આન બાન શાન થી ઈદે મિલાદ ની ઉજવણી કરવામાં આવે નગરના દરેક વિસ્તારોને રોશની થી સજાવટ પણ કરવામાં આવેલા હતા
