દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ નગરમાં ગણેશચતુર્થી અને ઈદં-મિલાદ તહેવારોને અનુલક્ષી પોલીસતંત્ર દ્વારા ફૂટ પેટ્રોલીંગ યોજાયું
દાહોદ તા. ૨૭
ઝાલોદ પોલીસ દ્વારા આગામી દિવસોમાં યોજાનારા ગણેશચતુર્થી અને ઈદં-મિલાદ તહેવારોને અનુલક્ષી નગરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી. ઝાલોદ નગરનાં ગણેશ પંડાલો ઉપર પોલીસ તહેનાત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું દાહોદ જીલ્લાના નવા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા માર્ગદર્શન હેઠળ ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.આઈ જી.જે. ગામીત તેમજ પીએસઆઈ સી.કે. સીસોદીયા પીએસઆઈ આર વી રાઠોડ દ્વારા આગામી દિવસોમાં યોજાનારા તહેવારો જેવા ગણેશચતુર્થી અને ઈદં-મિલાદ તેવાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અનુલક્ષી નગરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી.
નગરમાં સુચારુ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે નગરનાં અલગ અલગ માર્ગો ઉપર ફૂટપેટ્રોલિંગ કરવામાં આવી હતી. ઝાલોદ પોલીસ દ્વારા નગરના દરેક ગણેશ પંડાલો ઉપર અને મકાનોની આગાસી તેમજ ખુલ્લા વિસ્તારોમાં ડ્રોન કેમેરા સાથે નિરીક્ષણ કરવામાં આવશે જેવું જણાવ્યું હતું ઝાલોદ પોલિસ દ્વારા નગરના રસ્તા પર થતા ટ્રાફિક અંગે પણ નિરીક્ષણ કર્યું હતું
તેમજ નગરમાં થતા ટ્રાફિક અંગે દુકાનદારો તેમજ હાથલારી વાડા તેમજ પથારા વાળાઓ અને વ્યાપારીઓને ટ્રાફિક અંગે જરૂરી સૂચન પણ આપવામાં આવ્યું હતું.