
રાજેશ વસાવે :- દાહોદ
વિનામૂલ્યે લીંબુ રોપા વિતરણ પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૫-૨૬
દાહોદ તા. ૧
વિનામૂલ્યે લીંબુ રોપા વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ હેઠળ પાત્રતા ધરાવતા આદિજાતિ ખેડૂતોને ૧ એકર વિસ્તાર માટે ખાતાદીઠ ૧૦૦ નંગ લીંબુના રોપા આપવામાં આવશે તથા આ યોજના અંતર્ગત પસંદ થનાર લાભાર્થીઓને વાવેતર અંગે તાલીમ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. મર્યાદિત લક્ષ્યાંક હોય વહેલા તે પહેલાના ધોરણે પાત્રતા નક્કી કરી લાભાર્થીની પસંદગી કરવામાં આવશે. જે આદિજાતિ ખેડૂતો લાભ લેવા ઇચ્છતા હોય તેઓએ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવાસદન, બીજો માળ, રૂમ નં- ૨૩૩, છાપરી, જિ.દાહોદની કચેરી (ફોન નં. ૦૨૬૭૩-૨૩૯૨૫૧) ખાતેથી અરજીપત્રક મેળવી નીચે અનુ.ક્રમ નં.૨ મુજબના સાધનિક કાગળો અરજીપત્રક સાથે કચેરીમાં નીચે જણાવેલ સમયમર્યાદામાં રજૂ કરવાના રહેશે. તેવું નાયબ બાગાયત નિયામક દાહોદ દ્વારા જણાવાયું છે.
અરજદારો માટેની સૂચના:- (૧) અરજદારોએ તારીખ ૦૧ /૦૮/૨૦૨૫ થી તારીખ ૩૦/૦૮/૨૦૨૫ સુધી અરજી કરવાની રહેશે
(૨) અરજદારે ૭-૧૨ અને ૮-અ ની નકલ, આધારકાર્ડની નકલ, સક્ષમ અધિકારીશ્રીના જાતિના દાખલા સાથે ઓફલાઇન અરજી સ્વીકારવામાં આવશે. તેવું નાયબ બાગાયત નિયામક દાહોદ દ્વારા જણાવાયું છે.
000