રાજેશ વસાવે :- દાહોદ
આઈ રમીલા આર્ટસ કોલેજ દાહોદ ખાતે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કવિ શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતિની કરાઇ ઉજવણી
દાહોદ તા. ૨૧

આઈ રમીલા આર્ટસ કોલેજના સંસ્થાપકશ્રી અશ્વિન ભાઈ મેડાના માર્ગદર્શન હેઠળ કવિ શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના આચાર્યશ્રી કુમારી શીતલબેને કાર્યક્રમમાં પધારેલ મહેમાનોનું સ્વાગત શાબ્દિક પ્રવચન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અશ્વિનભાઈ મેડા દ્રારા ઉમાશંકર જોશી વિશેની કૃતિ જીવન કથા રચનાઓની માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અધ્યક્ષશ્રી અને મુખ્ય મહેમાનશ્રી ડોક્ટર ધવલભાઈ જોશીએ ઉમાશંકર જોશીના જીવનકથન અને સાહિત્ય સફર વિશે વિસ્તૃત જાણકારી આપી જીવન કથનમાં તેઓએ ઉમાશંકર જોશીના જન્મથી લઇને સાહિત્ય સફર કેવી રીતે થઈ તેના વિશે તેઓએ જણાવ્યું હતું કે ઉમાશંકર જોશીએ વિશ્વ શાંતિ કવિતાથી લેખન કાર્યની શરૂઆત કરી હતી. તેમને જણાવ્યું હતું કે ઉમાશંકર જોશી એ એકમાત્ર ગુજરાતી સાહિત્યકાર છે કે તેઓને સૌપ્રથમ ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. ઉમાશંકર જોશીએ વસુદેવ કુટુંબકમનો સંદેશો આખા વિશ્વને આપ્યો હતો. કવિ શ્રી ઉમાશંકરની સાહિત્યકતાને જોઈને તેમને રાજ્યસભાના સભ્ય તથા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બનાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનું સંચાલન અધ્યાપિકા પરમાર રેણુકાબેન દ્વારા કરવામાં આવ્યું, કાર્યક્રમના અંતે આભાર વિધિ કોલેજના પ્રોફેસર તેજલ બેન દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ કોલેજના 300થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
000