
બાબુ સોલંકી:- સુખસર
*ધાવડીયાની મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતા 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી*
સુખસર,તા.7
તારીખ 07/07/2025 ના રોજ સવારે 08:40 કલાકે ધાવડીયા તા. ઝાલોદ ગામની 22 વર્ષીય મહિલાને અચાનક ડીલેવરીનો દુઃખાવો ઉપાડતાની સાથે તેમના પતિ એ 108 ની મદદ માંગી હતી.ઝાલોદ લોકેશનની 108 એમ્બ્યુલન્સને તરતજ કેસ મળતાની સાથેજ 108 ના કર્મચારી EMT ઉર્વશીબેન સોલંકી અને પાયલોટ આર્જુનભાઇ સ્થળ ઉપર જવા માટે રવાના થયા હતા.સ્થળ ઉપર પહોંચી ને પ્રસૂતા માતાને લઈને રવાના થયા હતા.અને રસ્તામાં આવતા અચાનક પ્રસુતિની પીડા વધારે ઉપડતા રસ્તામાં પ્રસુતાની ડીલેવરી કરાવવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.108 એમ્બ્યુલન્સના પેરામેડિક ઉર્વશીબેન સોલંકી બહેને 108 એમ્બ્યુલન્સમાં પ્રસ્રુતા માતાની સુરક્ષિત રસ્તાની સાઈડમાં અમ્બુલાન્સમાં ડીલીવરી કરાવી હતી.અને ફિઝિશિયન ડોક્ટર કૃષ્ણા મેડમને પ્રસૂતાની પરિસ્થિતિ અંગે ની માહિતી આપી 108 ફિઝિશિયન ડૉક્ટર કૃષ્ણ મેડમના માર્ગદર્શનથી EMT ઉર્વશીબેન સોલંકી ડૉક્ટર મેડમના માર્ગદર્શનથી જરૂરી ટ્રિટમેન્ટ આપી માતા અને બાળકને નજીકની SDH ઝાલોદ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.આ રીતે માતા અને બાળકનો જીવ બચાવીને 108 દેવદૂત જેવી ફરજ નિભાવી હતી.