
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ RTO ચેકપોસ્ટ પાસે કેબિનમાં 40 વર્ષીય મહિલાની ગળું કાપી હત્યા:પોલીસની ટીમો તપાસમાં જોડાઈ
વિરાન પડેલા કેબિનમાં લોહીલુહાણ હાલતમાં મળી લાશ:પ્રેમ પ્રસંગ કે પારિવારિક ઝઘડો હત્યાનું કારણ?
એલસીબી, એસઓજી સહિત વિવિધ ટીમો ઘટના સ્થળે તપાસમાં
દાહોદ તા.06
દાહોદ નજીકથી પસાર થતા અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર આરટીઓ ચેકપોસ્ટ પાસેના કેબિનમાં એક ચાલીસ વર્ષીય મહિલાની ગળું કાપી હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવતા ખળભળાટ જવા પામ્યો છે. આ મામલે પોલીસે ગુનો રજીસ્ટર કરી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ નજીક પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર આરટીઓ ચેકપોસ્ટના વિરાન પડેલા કેબિનમાં એક 40 વર્ષીય મહિલાની ગળુ કપાયેલી હાલતમાં લાશ પડેલી હોવાની જાણ દાહોદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જેમાં મહિલા પાસે એક ડાયરી મળી આવી હતી જેના આધારે તપાસ હાથ ધરતા આ મહિલા પંચમહાલના શહેરા તાલુકાની મૂળ રહેવાસી અને ઝાલોદ તાલુકાના ગામડી ખાતે પરણાવેલી 40 વર્ષિય લીલાબેન ઉર્ફે વર્ષાબેન વાદી છે. જે સાવરણી અને તરબૂચનો ધંધો કરી પરિવારનો ગુજારાને ચલાવી રહી હતી અને હાલ મધ્યપ્રદેશના ઝાબુઆમાં વસવાટ કરી રહી હતી. પોલીસે મહિલાની ઓળખ કર્યા બાદ ક્યાં કારણોસર તેની હત્યા કરવામાં આવી છે. તે જાણવા ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરી છે. જોકે આ મહિલાની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે. અત્યારે સ્પષ્ટ નથી. પરંતુ એલસીબી એસઓજી સહિત અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ છે. જોકે મરણ સ્થળે પોલીસને આ લાશ લોહીના ખાબોચિયામાં પડેલી જોવા મળી હતી.
*પોલીસ અધિક્ષકે ઘટના સ્થળની મુલાકાત લીધી, અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ.*
મહિલાના હત્યાના બનાવના પગલે એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા ક્રાઇમ સીન પર પર પહોંચ્યા હતા. સાથે એલ.સી.બી,એસ.ઓ.જી. તેમજ સાયબર ક્રાઈમ, પેરોલ ફર્લો, એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડ પણ પહોંચી હતી. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા છ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી કેમેરા પણ જોવામાં આવી રહ્યા છે.
*RTO ચેક પોસ્ટ બંધ થયા બાદ કેબીનો સૂના પડ્યા..*
રાજ્ય સરકારે આરટીઓ ચેકપોસ્ટ બંધ કરતા દાહોદ નજીક આવેલી એક પોસ્ટ પણ છેલ્લા ઘણા વર્ષોથી બંધ છે. અને આ જગ્યા વિરાન પડી હોવાથી અસામાજિક તત્વો માટે સ્વર્ગ સમાન છે. કોઈ જાણ ભેગું ને ખબર હશે કે આ સુમસાન જગ્યા છે. એટલે આ વિરાન જગ્યા ઉપર કોઈએ પોતાની મેલી મુરાદ પૂરી પાડવા મહિલાની હત્યા કરી ફેંકી દીધી હોવાનું જોવાઈ રહ્યું છે.
*પ્રેમ પ્રસંગ કે પારિવારિક ઝઘડામાં મહિલાની હત્યા કરાઈ હોવાની આશંકા.*
બંધ પડેલી ચેકપોસ્ટના વિરાન પડેલા કેબીનમાં 40 વર્ષે મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી છે. નિર્દયતાથી ગળું કાપી આ હત્યા ઠંડી કલેજે કરવામાં આવી છે. જેવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવાય રહ્યું. આ મહિલાનો પ્રેમ પ્રસંગ અથવા પારિવારિક ઝઘડામાં ભોગ લેવાઈ ગયો હોવાનું હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે પીએમ રિપોર્ટ બાદ ઘણા બધા ખુલાસાઓ થશે. આ મહિલા જોડે દુષ્કર્મ જેવી અમાનવિય કૃત્ય કરવામાં આવ્યું છે કે કેમ.? તે પણ પીએમ રિપોર્ટ બાદ બહાર આવશે.