
#DahodLive#
ચીફ કોર્ટે જામીનનો હુકમ કરતા હવે આ હુકમ સામે આવતીકાલે સેક્શન કોર્ટ ફેંસલો કરશે…
71 કરોડના મનરેગા કૌભાંડમાં બન્ને મંત્રીપુત્રોના જામીન મળ્યા, પોલીસે જામીન સામે સ્ટે અને જામીન રદ્દ કરવા શેસન્સ કૉર્ટમાં દાદ મેળવી..
દાહોદ તા.28
દાહોદમાં આજે 71 કરોડના મનરેગા કૌભાંડમાં દાહોદની કોર્ટમાં મંત્રી પુત્ર બળવંત અને કિરણ ખાબડની જામીન અરજી સંદર્ભે સુનવણી બાદ કોટે બંનેના જામીન મંજુર કરતા પોલીસ બેડા સહિત રાજકીય ક્ષેત્રે ભૂકંપની પરિસ્થિતિનું નિર્માણ થયો હતો. આ કેસમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર દ્વારા જામીન અરજીના ચુકાદા સામે આશ્ચર્ય વ્યક્ત કરી તાબડતોડ બંને મંત્રી પુત્રોના જામીન અરજી સામે સ્ટે મેળવવા તેમજ જામીન રદ કરવા માટે સેશન્સ કોર્ટમાં પડકારતા આ મામલે હવે આવતીકાલે સુનવણી હાથ ધરવામાં આવશે ત્યારે દાહોદની કોર્ટમાં આજે બંને પક્ષે દોડધામના દ્રશ્ય સર્જાયા હતા.
દાહોદ જિલ્લાના મનરેગા કૌભાંડે રાજકીય ક્ષેત્ર ભારે ઉહાપોહ મચાવ્યો છે. મનરેગા કૌભાંડમાં આજે દાહોદની ચીફ જસ્ટિસની કોર્ટમાં રાજ્યકક્ષાના મંત્રીપુત્રોના જામીન મંજૂર કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. તો બીજી તરફ જામીન મળ્યા ની ખુશીનો આનંદ થોડી જ ક્ષણોમાં વિસરાઈ જવા પામ્યો હતો.દાહોદની ચીફ કોર્ટ દ્વારા મંજૂર થયેલા જામીન અંગે જ્ તપાસ અધિકારી DYSP જગદીશ ભંડારીને થતા તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. અને તાત્કાલિક કોર્ટમાં દોડી આવ્યા હતા.અને જામીન ઓર્ડર સામે સ્ટેની અરજી દાખલ કરી હતી.જેમાં સેશન્સ કોર્ટે અરજીને ગ્રાહ્ય રાખી આ મામલે આવતીકાલે સવારે 11:00 કલાકે સુનવણી રાખતા જિલ્લામાં તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યો છે.તો બીજી તરફ પોલીસે જામીન રદ કરવા માટે સેશન્સ અદાલતમાં પ્રક્રિયા હાથ ધરી છે.અને જામીન રદ કરવાની અરજી પણ સેશન્સ કોર્ટમાં દાખલ કર્યો હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.ત્યારે 71 કરોડના કૌભાંડમાં સામેલ તત્કાલીન ટીડીઓ અને હાલ ડેપ્યુટી ડીડીઓ એવા બે જણાના જામીનના મંજૂર કર્યા છે.જેમાં TDO દર્શન પટેલ અને ડેપ્યુટી DDO રસિક રાઠવાને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં જ સમય વ્યતીત કરશે.મંત્રી પુત્રને જામીન મળવાની વાત ફેલાતા રાજકીય પક્ષો અને મીડિયા દ્વારા પણ જામીન અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું તો ગુજરાત હાઇકોર્ટમાંથી આવેલા માસમોટા વકીલના આર્ગ્યુમેન્ટ અંગે પણ શહેરમાં ચર્ચા થવા પામી હતી દાહોદ પોલીસે જામીન મંજૂર થવા અંગે આશ્ચર્ય વક્ત કરી અને તેઓને સાંભળ્યા વગર જામીન આપ્યા હોવાનો ગ્રાઉન્ડ રજૂ કર્યો હોવાનું જાણમાં આવ્યું છે.તે અરજીમાં પોલીસે કયો આધાર મૂક્યો છે.તે જાણી શકાયું નથી પરંતુ ચીફ સેશન્સ કોર્ટમાં એટલે કે નીચલી કોર્ટમાં જામીનના હુકમ ના બજવણીના સ્ટે માટેની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે.તે ઘણું બધું કહી જાય છે જો કે પોલીસે સાથે સાથે સેશન્સ અદાલતમાં પણ આ જામીન રદ કેમ ન કરવા તે અંગેની દાદ માંગતી અરજી પણ દાખલ કરી છે.ત્યારે સમગ્ર કૌભાંડમાં એક નવા જ પ્રકારનો વળાંક આવા પામ્યો છે.સમગ્ર જિલ્લો અને રાજકીય તજજ્ઞ હવે શું થશે નહીં ચર્ચામાં પડ્યા છે ત્યારે આવતીકાલે મંત્રી પુત્રોના જામીન બાબતે ખુલાસા થશે એ વાત નક્કી છે.!!
*મંત્રી પુત્રના બચાવમાં વકીલની દલીલો અમે તો માલ સપ્લાય કરનાર એજન્સી છે, કૌભાંડ અંગે અમને કંઈ ખબર નથી.*
મંત્રી પુત્રોના વકીલ તરફે દલીલો કરવામાં આવી હતી કે શ્રી રાજ કન્સ્ટ્રકશન કુ. પીપેરો તેમજ શ્રી રાજ ટ્રેડર્સ માત્ર માલ સપ્લાય કરનાર એજન્સી છે. આ બંને એજન્સીઓના પ્રોપરાઇટરોએ મનરેગામા કામ કરનાર અધિકારીઓ જેની જવાબદારી થાય છે. તેમના ઓર્ડર પ્રમાણે માલ સપ્લાય કરી બીલો મેળવ્યા હતા. હવે ત્યાં સ્થળ પર કામ ના થયું અને માલ ક્યાં ગયો તે અંગે તેમને કોઈ માહિતી નથી. તે આ મામલે નિર્દોષ છે. તેમ કહી જામીન અરજી મૂક્યો હોવાનું સામે આવી રહ્યું છે.