Saturday, 21/06/2025
Dark Mode

સુપરફાસ્ટ હોલિડેઝને લઈ સાઈડિંગની માથાકૂટથી સાંજે 5:25 કલાકે સુરત આવશે પણ સુરત થી વલસાડ પહોંચતા અઢી કલાક લેશે નવી ટ્રેનને વલસાડથી દાહોદ પહોંચતા 6 જ્યારે પરત થતા 8 કલાક લાગશે

May 27, 2025
        893
સુપરફાસ્ટ હોલિડેઝને લઈ સાઈડિંગની માથાકૂટથી સાંજે 5:25 કલાકે સુરત આવશે પણ સુરત થી વલસાડ પહોંચતા અઢી કલાક લેશે  નવી ટ્રેનને વલસાડથી દાહોદ પહોંચતા 6 જ્યારે પરત થતા 8 કલાક લાગશે

રાજેશ વસાવે :- દાહોદ

સુપરફાસ્ટ હોલિડેઝને લઈ સાઈડિંગની માથાકૂટથી સાંજે 5:25 કલાકે સુરત આવશે પણ સુરત થી વલસાડ પહોંચતા અઢી કલાક લેશે

નવી ટ્રેનને વલસાડથી દાહોદ પહોંચતા 6 જ્યારે પરત થતા 8 કલાક લાગશે

વલસાડ દાહોદ ઇન્ટરસીટીની સરખામણીએ નવી શરૂ થયેલી ટ્રેનમાં 15 રૂપિયા ભાડું ઓછું લાગશે..

દાહોદ તા. 27

સુપરફાસ્ટ હોલિડેઝને લઈ સાઈડિંગની માથાકૂટથી સાંજે 5:25 કલાકે સુરત આવશે પણ સુરત થી વલસાડ પહોંચતા અઢી કલાક લેશે નવી ટ્રેનને વલસાડથી દાહોદ પહોંચતા 6 જ્યારે પરત થતા 8 કલાક લાગશે

 કોરોના કાળમાં બંધ પડેલી વલસાડ દાહોદ ઇન્ટરસિટીને પુનઃ શરૂ કરવા માંટે દાહોદ વાસીઓને લાંબી લડત લડવી પડી હતી.અને આખરે પરિણામ સ્વરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મેના રોજ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતમાં વલસાડ-દાહોદ ઉદઘાટન ટ્રેનનો ફુલોના શણગાર સાથે શુભારંભ કરાવ્યો હતો.જોકે કોરોનાકાળ બાદ પુનઃ શરૂ થયેલી આ ટ્રેનને દક્ષિણ ગુજરાતનું રાજકારણ નડી ગયું હતું.અને આ ટ્રેન વલસાડ વડોદરા ઇન્ટરસિટીના નામે સંચાલન કરવામાં આવી રહી હતી. આખરે દાહોદ વાસીઓની માંગણી સંતોષાઈ અને રેલવે મંત્રાલયે વલસાડ વડોદરા ઇન્ટરસિટી ની સાથે દાહોદને નવી ટ્રેનની ભેટ આપી દીધી. આ ટ્રેન હવે વલસાડ દાહોદ ઇન્ટરસિટી ના બદલે વલસાડ દાહોદ એક્સપ્રેસ ના નામે ઓળખાશે. એટલું જ નહીં ઇન્ટરસિટી કરતા આનું ભાડું ઓછું હોવાની જાણકારીઓ પણ પ્રાપ્ત થઈ રહી છે. નવા રેક સાથે શરૂ થયેલી આ ટ્રેનમાં 10 જનરલ કોચ,ત્રણ ચેર કાર, તેમજ એક એસી કોચ ગોઠવવામાં આવ્યું છે. પરંતુ આ નવી શરૂ થયેલી ટ્રેનને વલસાડથી દાહોદ પહોંચતા 6 જ્યારે પરત વલસાડ જતા 8 કલાક જેટલો સમય લાગશે તેવું રેલ્વે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ ટ્રેનને સુરત અને હોલીડે તેમ જ અન્ય સુપરફાસ્ટ ટ્રેનો ના ક્રોસિંગ નડશે અને સાઇડિંગના અભાવે આ ટ્રેન સુરત થી વલસાડ સુધીમાં અઢી કલાક વધારે સમય લેશે. જેના પગલે સુરત થી વલસાડ વચ્ચેની મુસાફરી બોરિંગ લાગશે. આ નવી શરૂ થયેલી ટ્રેન વલસાડથી સવારે 5:15 વાગ્યે ઉપડી દાહોદ 11:05 વાગે આવશે અને 50 મિનિટના વિરામ બાદ પરત આ ટ્રેન દાહોદથી 11:55 એ ઉપડી રાત્રીના 8:05 કલાકે વલસાડ પહોંચશે.એટલું જ નહીં આ ટ્રેન બીલીમોરા-વલસાડ આવતાં અતિશયપણે 45 મિનિટ લેશે.જયારે આ ટ્રેન સુરતથી સાંજે 17-28 વાગે નિકળી નવસારી આગમન/પ્રસ્થાનનો સમય સાંજે 18-48/50 આવવામાં તો અધધધ 90 મિનિટ લેશે. પરંતુ આ ટ્રેનને જતાં 13 મિનીટ જ લીધી હતી.આમ બીલીમોરા ખાતે 19-18 કલાકે આવી 19-20 કલાકે ઉપડશે એટલે કે દાહોદ તરફ જતા 13 મિનિટ લે છે અને વલસાડ તરફ રિટર્નમાં આવતા 28 મિનિટ એટલે કે બમણાથી વધુ સમય લઈ વલસાડ ખાતે રાત્રે 20,05 એટલે કે 8.05 કલાકે આવશે.મતલબ કે વલસાડથી દાહોદ જતી વેળા વલસાડ-બીલીમોરા પહોંચતા 13 મિનિટના બદલે બીલીમોરા-વલસાડ આવતાં અતિશયપણે 45 મિનિટ લેશે. રેલવે તંત્રએ સમય પત્રકમાં સ્પષ્ટ કરી દીધું છે કે, દાહોદથી વલસાડ આવતા વચ્ચે સુરત ખાતે આ ટ્રેન 5.25 વાગે આવી ત્રણ મિનિટ રોકાઈને વલસાડ 8.05 વાગ્યે આવશે.જેથી સુરતથી વલસાડ આવતાં 2.30 કલાકથી વધુ સમય નિકળી જશે.કારણ કે વચ્ચેના સ્ટેશનોએ આ ટ્રેનને અન્ય સુપરફાસ્ટ ટ્રેનો સ્પે.હોલિડેઝ ટ્રેનોના કારણે સાઇડિંગ પર મૂકવામાં આવશે.જેથી વલસાડ પરત થતી વેળા મુસાફરોએ આ ટ્રેનમાં આવતાં મોડું થશે તે જાણીને વ્યવસ્થા કરવી પડશે.જેના પગલે સુરતથી વલસાડનો આટલો લાંબો રનિંગ ટાઈમ હજારો મુસાફરોને બોર કરશે તેવી ચર્ચા ચાલી હતી. ઉદ્દઘાટન સમારંભમાં અનેક અગ્રણી હાજર રહ્યા હતાં.

*વલસાડ ઇન્ટરસિટીની સરખામણીએ વલસાડ દાહોદ એક્સપ્રેસમાં ઓછું ભાડું લાગશે.*

 વલસાડ દાહોદ એક્સપ્રેસ ટ્રેનના નામે શરૂ થયેલી આ નવી ટ્રેનમાં ઇન્ટરસિટીના સરખામણીએ ઓછું ભાડું લાગશે જેમાં લીમખેડા 30 રૂપિયા પીપલોદ 30,ગોધરા 45,ડેરોલ 50,સમલાયા 60,વડોદરા 65 મિયાગામ કરજણ,75 ભરૂચ, 85 અંકલેશ્વર, 90 સુરત 105,નવસારી 110,બીલીમોરા 115 તેમજ વલસાડ 125 રૂપિયાનું ભાડું જનરલ ટિકિટના લાગશે આ પહેલા ઇન્ટરસિટીમાં હાલની સરખામણીએ સુપરફાસ્ટ નો 15 રૂપિયા ચાર્જ વધારે લાગી રહ્યો હતો.

*નવી ટ્રેનના સમયનું અવનવું શું છે.*

વલસાડ-વડોદરા-ગોધરા-દાહોદ ટ્રેન નં. 19011 એક્સપ્રેસ – વલસાડથી વલસાડથી મળસ્કે 5.15 કલાકે ઉપડી દાહોદ ખાતે સવારે 11.05 વાગ્યે પહોંચી જશે.વલસાડથી દાહોદનું 342 કિમીનું અંતર આ એક્સપ્રેસ ટ્રેન 5.50 કલાકમાં કાપશે.પરંતું ખુબ જ આશ્ચર્યજનક બાબત એ છે કે દાહોદ ખાતે આ ટ્રેન 50 મિનિટનું વિરામ લઇ 11.55 કલાકે પરત ઉપડી સુરત ખાતે સાંજે 5.25 કક્લાકે આવશે.

*આ ટ્રેન કયા સ્ટેશને કેટલા વાગે ટ્રેન આવશે.*

વલસાડથી મળસ્કે 5.15 વાગ્યે ઉપડી બીલીમોરા આગમનય/પ્રસ્થાનનો સમય 5-28/30, નવસારી 5-43/45 સુરત 6-17/20, ભરૂચ 7-11/13, વડોદરા 08-19/24, ગોધરા 09-36/38 ઉપડી દાહોદ 11-05 કલાકે પહોંચશે જે જોતાં વલસાડથી દાહોદ 5-50 કલાકમાં 342 કિ.મી.નું અંતર કાપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!