více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

ફતેપુરા નગરના નવી વસાહત ખાતેથી બજરંગ દળના સભ્યો દ્વારા ગૌ માસનો 116.790 ગ્રામ જથ્થો ઝડપાયો*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*ફતેપુરા નગરના નવી વસાહત ખાતેથી બજરંગ દળના સભ્યો દ્વારા ગૌ માસનો 116.790 ગ્રામ જથ્થો ઝડપાયો*

*ઝડપાયેલા ગૌ માસના નમુના પોલીસ દ્વારા લેબમાં મોકલાયા,કતલખાનાનું લાયસન્સ કરોડીયા પૂર્વ ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવ્યું*

 સુખસર,તા.21

ફતેપુરા તાલુકામાં સ્થાનિક જવાબદારોની મહેરબાનીથી કતલખાનાઓ ધમધમી રહ્યા છે.તેમાં આજરોજ ફતેપુરા નગરમાં ગૌહત્યા કરી માસનો વેપલો કરવામાં આવતો હોવા બાબતે સુખસર તથા ફતેપુરાના બજરંગ દળના સભ્યોને જાણ થતા

મળેલ જાણ વાળી જગ્યાએ તાત્કાલિક આ સભ્યો પહોંચી ગયા હતા.જ્યાં મોટી માત્રામાં માસ પડેલ હોવાનુ જણાતા બજરંગ દળના સભ્યોએ ફતેપુરા પોલીસને જાણ કરી હતી.ફતેપુરા પોલીસે માસનો જથ્થો જપ્ત કરી કતલખાનાના માલિક સામે ગુનો દાખલ કરી મળી આવેલ માસના જથ્થાના નમુના લઇ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.અને આ કતલખાનાના માલિક લાયસન્સનો દુરુપયોગ કરતો હોય કરોડીયાપૂર્વ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી લાયસન્સ રદ કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.

         જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ફતેપુરા નવી વસાહત,કોમલ સ્કૂલની બાજુમાં સલમાન અક્કા મતાદાર કતલખાનાનું લાયસન્સ ધરાવતો હતો.ત્યારે આજરોજ તેમના કતલખાનામાં

ગૌહત્યા કરી માસનો વેપલો કરવામાં આવી રહ્યો હોવા બાબતે સુખસર તથા ફતેપુરાના બજરંગ દળના સભ્યોને જાણ મળતા આ સભ્યો તાત્કાલિક તે જગ્યાએ પહોંચી ગયા હતા.જ્યાં જઈ જોતા માંસનો મોટી માત્રામાં જથ્થા સહિત ગાયનુ ચામડું પડેલું નજરે પડતા તેની જાણ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.જેથી પોલીસે ઘટના સ્થળે જઈ માસનો જથ્થો જપ્ત કર્યો હતો.આ માસના જથ્થાનું વજન કરતાં 116.790 ગ્રામ જેની કિંમત રૂ 23,358 આંકવામાં આવેલ છે.તેમજ કતલખાના માલિક સલમાન અક્કા મતાદાર વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.અને મળી આવેલ ગૌ માસના જથ્થાના નમૂના તપાસ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

         ઉપરોક્ત બાબતે ફતેપુરા ગૌરક્ષક દળના લોકેશચંદ્ર ત્રંબકલાલ દવેના ઓએ ફતેપુરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે કાયદેસરનો ગુનો દાખલ કરી કતલખાનાના માલિકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.તેમજ આ ફરિયાદની ફતેપુરા પો.સ.ઇ. જે.કે રાઠોડ તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળે છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard