Monday, 19/05/2025
Dark Mode

વિશ્વ મેલેરીયા દિવસ ઉજવણી અંતર્ગત સીંગવડમાં રેલી યોજાઈ..                           

April 26, 2025
        1235
વિશ્વ મેલેરીયા દિવસ ઉજવણી અંતર્ગત સીંગવડમાં રેલી યોજાઈ..                           

વિશ્વ મેલેરીયા દિવસ ઉજવણી અંતર્ગત સીંગવડમાં રેલી યોજાઈ..                           

દાહોદ તા. ૨૫

વિશ્વ મેલેરીયા દિવસ ઉજવણી અંતર્ગત સીંગવડમાં રેલી યોજાઈ..                           

આજ રોજ 25 મી એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી પૂરા વિશ્વની અંદર કરવામાં આવી રહી છે  ત્યારે સિંગવડ તાલુકામાં દાહોદ  જીલ્લા આરોગ્ય અઘિકારી  ડૉ ઉદય ટીલાવત તથા અધિક મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારી  ડૉ ગિરવર સિંહ બારીયા ,જીલ્લા મેલેરીયા અધિકારી  અતીત ડામોર ના  માર્ગદર્શન હેઠળ તેમજ સીંગવડ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ જીતેન્દ્ર મુનીયા ના અધ્યક્ષ સ્થાને આજ રોજ સીંગવડ તાલુકામાં વિશ્વ મેલેરીયા દિવસ ઉજવણી અંતર્ગત સિંગવડ નગર ખાતે  રેલી યોજવામાં આવી..

વિશ્વ મેલેરીયા દિવસ ઉજવણી અંતર્ગત સીંગવડમાં રેલી યોજાઈ..                           

જેમાં મેલેરીયા  ડેન્ગ્યુ  રોગના ફેલાવો લક્ષણો તેમજ અટકાયતી પગલા સાવચેતી રાખવાની રેલીમાં સૂત્રો દ્વારા લોકોમાં જન જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. આજની રેલીમાં સીંગવડ તાલુકાના તમામ મેલ સુપરવાઈઝર  મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આશા બહેનો હાજર રહ્યા હતા  આપણો તાલુકો મેલેરીયા મુક્ત તાલુકાના સૂત્રોચાર સાથે  રેલીને સફળ બનાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!