Friday, 25/04/2025
Dark Mode

*ફતેપુરા તથા ઝાલોદ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી*

March 22, 2025
        1563
*ફતેપુરા તથા ઝાલોદ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી*

બાબુ સોલંકી  :- સુખસર 

*ફતેપુરા તથા ઝાલોદ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી*

*વિશ્વ જળ દિવસ નિમિત્તે સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા પાણીનું મહત્વ સમજાવી પાણી બચાવવાના ઉપાય વિશે ઉપસ્થિત લોકોને માહિતગાર કરાયા*

સુખસર,તા.22

*ફતેપુરા તથા ઝાલોદ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી*

   22 માર્ચ 2025 ના દિવસે વાગ્ધારા સંસ્થા દ્વારા ફતેપુરા તાલુકાના માધવા,ઢઢેલા,ઘાણીખુટ જ્યારે ઝાલોદ તાલુકાના થેરકા ગામમાં વિશ્વ જળ દિવસ કાર્યક્રમ યોજાઈ ગયો.વાગ્ધારા સંસ્થાના પ્રતિનિધિઓ ગીરીશભાઈ પટેલ,સવાભાઈ ડામોર,મિતલબેન મછાર,સુરેખાબેન પારગી અને યોગેશભાઈ પારગી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

*ફતેપુરા તથા ઝાલોદ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી*

 આ કાર્યક્રમમાં રોજિંદા વપરાશમાં પાણીનો ઉપયોગ,ખેતીમાં પાણીનો ઉપયોગ અને પશુપાલનમાં પાણીનો ઉપયોગ કેટલો થાય છે અને તેનો બગાડ કેટલો થાય છે તે રીતે ગણતરી કરી પાણી બચાવવા માટે ઉપસ્થિત તમામ ખેડૂતોને સમજાવવામાં આવ્યા હતા.એક વ્યક્તિ એક દિવસમાં અને એક પરિવાર એક દિવસમાં અને એક પરિવાર આખા વર્ષમાં કેટલો પાણીનો ઉપયોગ કરે,પશુપાલનમાં કેટલો પાણીનો ઉપયોગ કરે અને ખેતી માટે કેટલો પાણીનો ઉપયોગ કરે છે તેનો હિસાબ કરીને ખેડૂતોને સમજાવવામાં આવ્યા હતા.

           વાગ્ધારા સંસ્થાના પ્રતિનિધિ ગીરીશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,ઓછા પાણીમાં અને વહેલી પાકતી ખેતીની જાતોનું વાવેતર કરવું જોઈએ.પાણીને બચાવવા માટે ખેતરોમાં ઉચિત માત્રામાં છાણિયું ખાતર,જૈવિક કીટ નિયંત્રણનો ઉપયોગ કરવો જોઈએ. નરેગા અંતર્ગત ભૂમિ સમતલીકરણ પાળાબંધી,ખેત તલાવડી જેવા કાર્યો અપનાવવા જોઈએ.જેથી કરીને વરસાદનું પાણી જમીનની અંદર ઉતારી શકાય.અને જળ પ્રદૂષણ રોકી શકાય. બિન ઉપયોગી કુવા,હેડ પંપ વગેરે જગ્યા ઉપર જળનું પુન:ભરણ માટે ઉપયોગ કરવો જોઈએ.તેની સમજ આપવામાં આવી હતી. તેમજ ગામોમાં તળાવ,કુવા બધાનું પુનઃઉદ્ધાર કરવું જોઈએ.અને વરસાદનું પાણી એકત્રિત કરવા તેનો ઉપયોગ કરવો જોઈએ.તળાવ,નદીમાં પાણીની બાષ્પીકરણ ઓછું કરવા પ્રભાવિત રીતે લાગુ કરવાથી ભુજલ પુન કરી શકાય છે.નળ,હેડ પંપ વગેરેના પાણીનો વધારે દુરુપયોગ કરવો ન જોઈએ.તેમજ પાણી બચાવવા પાણીનુ દહન ઓછું કરવું જરૂરી છે. સાથે જમીનની અંદર બોરિંગ દ્વારા પાણીનું દહન કરવામાં આવે છે તેના ઉપર અંકુશ લાગવો જોઈએ.ખેતરોની ફરતે વૃક્ષારોપણ કરવું જરૂરી છે.જેથી કરીને વધુમાં વધુ પાણી જમીનની અંદર ઉતારી શકાય.જેટલું પાણી આપણે જમીનમાંથી બહાર ખેંચીએ છીએ તેટલું પાણી આપણે જમીનની અંદર ઉતારતા નથી.જેથી કરીને ભવિષ્યમાં પાણી માટે વિશ્વયુદ્ધ થઈ શકે છે.

            આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘાણીખુટના રમેશભાઈ મકવાણા, કાનજીભાઈ કટારા,રાવળના વરુણાના મડીયા ભાઈ મકવાણા,ઢઢેલાના ધુળાભાઈ પારગી,માધવાના મડીયા ભાઈ સંગાડા અને થેરકાના ગંગાભાઈ ડામોરે ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!