
દક્ષેશ ચૌહાણ ઝાલોદ
ઝાલોદ 130 વિધાનસભાનાં ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા દ્વારા 4 કરોડ 70 લાખનાં ખર્ચે પ્રાથમિક શાળાઓના નવીન ઓરડાઓ ના ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ઝાલોદ તાલુકાના વાંકોલ પ્રાથમિક શાળા, રૂખડી પ્રાથમિક શાળા વસ્તી પ્રાથમિક અને લીલવા ઠાકોર પ્રાથમિક શાળા નું ખાતમુર્હુત અને લોકાર્પણ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા દ્વારા કરવામાં આવ્યું
દાહોદ તા. 22
ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય દ્વારા 21-03-2025 શુક્રવારના રોજ ચાર અલગ અલગ ગામોની પ્રાથમિક શાળાઓનુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ઝાલોદ 130 વિધાનસભાનાં ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા નું સ્વાગત અલગ અલગ સ્કૂલોમાં વિધાથીર્ઓ અને ગ્રામજનો , સરપંચો, આગેવાનો તેમજ સ્કૂલોના આચાર્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
આજરોજ ઝાલોદ 130 વિધાનસભાનાં ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા દ્વારા વાંકોલ પ્રાથમિક શાળા ૧૦૪ લાખના ખર્ચે ૮ ઓરડાઓનું લોકાર્પણ કરવાંમાં આવ્યું, રૂખડી પ્રાથમિક શાળા ૮૨ લાખના ખર્ચે ૬ ઓરડાઓનું ખાતમુહૂર્ત કર્યું. વસ્તી પ્રાથમિક શાળા ૧૭૨ લાખના ખર્ચે ૧૨ ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જ્યારે લીલવાઠાકોર. પ્રાથમિક શાળા નું ૧૧૨ લાખના ખર્ચે ૮ ઓરડાઓનું ખાતમૂર્હત ઝાલોદ 130 વિધાનસભાનાં ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા દ્વારા કરવામાં આવ્યું.
ચાર ગામોમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ માં તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ અને તાલુકા શિક્ષણ અધિકારી અને તાલુકા પંચાયત સરપંચો અને તાલુકા સભ્યો અને જિલ્લા સભ્યો અને શાળાઓનાં શિક્ષકો અને આચાર્યો અને વિધાથીર્ઓ અંને ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા