
જેસાવાડા વિસ્તારમાં માથાભારે ઇસમોના ઘરે પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકીંગ…
25 થી વધારે ઘરોમાં કનેક્શનનો ચેક કરાયા ,₹40,000 હજાર થી વધુનો દંડ ફટકાર્યો..
જેસાવાડા તા. 22
પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માથાભારે ઈસમો ના ઘરે ગરબાડા એમજીવીસીએલ ની ટીમ અને પોલીસ ટીમના સંયુક્ત ઉપક્રમે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ પરમાર તેમજ એમ.જી.વી.સીએલ ના અધિકારી ભમોરિયા સહિતની ટીમે ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન તેમજ વીજચોરી ઝડપી પાડવા માટે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 25 થી વધારે માથાભારે ઈસમોના ઘરે ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં પાંચ જેટલા ગેરકાયદેસર રીતે ચાલતા વીજ જોડાણો કાપી ₹40,000 હજાર થી વધુનો દંડ ફરકાવવામાં આવ્યો હતો. એમજીવીસીએલ અને પોલીસી દ્વારા ઓચિંતુ ચેકિંગ હાથ ધરાવતા ગેરકાયદેસર રીતે જોડાણો ચલાવતા લોકોમાં ભઈનો માહોલ સર્જાયો હતો.