
સંજેલી મહેન્દ્ર ચારેલ…
સંજેલીમાં કરોડોનું કામ કાગળ પર કામ થયા હોય તો શ્રમિકોને મજૂરી કેમ ના મળી..?
સંજેલી તાલુકાના ગસળી ગામના ગરીબોએ મજૂરી,ભથ્થુ મેળવવા ટીડીઓનો દ્વાર ખખડાવ્યો..
2 દિવસમાં રોજગારી આપવામાં ના આવે તો ધરણા પર ઉતારવાની શ્રમિકોની ચીમકી..
લાખો કરોડોના કામો મંજૂર થયા છતાં શ્રમિકોને મજૂરી ના મળી, DDOઓ દ્વારા તપાસ કરાશે?
સંજેલી તા. 19
સંજેલી તાલુકાના મોલી ગ્રુપ ગ્રામ પંચાયતના ગામના ગરીબ અને લાચાર શ્રમિકો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રોજગારી ભથ્થુ આપવા લેખીત જાણ કરી માંગ કરવામાં આવી હતી… જે વાતના આજે આઠ દિવસ વીત્યા હજી સુધી કોઈ પણ જાતની રોજગારી,ભથ્થુ આપવામાં ન આવતા શ્રમિકોએ ધરણા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી..
સંજેલી તાલુકામાં લાખો કરોડોના કામો મંજૂર થયા છે પરંતુ આ રહીશોને મજુરી ભથ્થુ કેમ માંગવું પડે છે ? શું ખોટા જોબ કાર્ડ બનાવી અન્યમાં લેબર નાખવાનું કૌભાંડ તો નથી ચાલતું ને.? તેવા પ્રકારના આક્ષેપો ઉઠી રહ્યા છે.જોકે અગાઉ ખોટા જોબ કાર્ડમાં નાણાં જમા કર્યા હોવાના આક્ષેપો પણ કરાયા હતા.. આ વિસ્તારમાં શ્રમિકોએ રોજગારી માટે અનેક વાર તાલુકામાં લેખિત મૌખિક અરજી કરવામાં આવી છતાં જવાબદાર અધિકારી દ્વારા આ ગરીબો અને લાચાર રહેશો પર ધ્યાન ન આપતા 20 જેટલા રહીશોએ તાલુકાના વિકાસ અધિકારીનો દ્વાર ખખડાવ્યો.. અને મોલી ગ્રુપ ગ્રામ પંચાયતના ગસળી ગામના યુવકે કાયદાકીય રીતે પરિવારો સાથે અરજી આપી અને રોજગારી ભથ્થુ આપવા માંગ કરવામાં આવી.. મનરેગા હેઠળ કેટલા કામો થયા અને કોને લેબર પેમેન્ટ નખાયું તેની તપાસ જિલ્લાના ડીડીઓ દ્વારા તેમજ તાલુકા વિકાસ અધિકારી કરશે કે કેમ? ડીડીયો દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવે અને જીણવટ રીતે તપાસનો ધમધમાટ ચલાવવામાં આવે તો કરોડોનું કૌભાંડ બહાર આવે તેમ ચારે કોર ચર્ચા જોર પકડ્યું..