
રાજેશ વસાવે :- દાહોદ
અગાઉ અનેકવાર વિવાદમાં આવેલો કોન્સ્ટેબલ પંચમહાલ એસીબીની ટ્રેપમાં સપડાતા પોલીસબેડામાં ખળભળાટ..
દાહોદના એ ડિવિઝન પોલીસ મથકનો કોન્સ્ટેબલ અરજીના નિકાલ સંદર્ભે 3000 ની લાંચ લેતા ઝડપાયો..
દાહોદ તા.09
દાહોદ એ ડિવિઝનમાં ફરજ બજાવતો અને અગાઉ પણ અનેક વખત વિવાદમાં રહેલો પોલીસ કોન્સ્ટેબલ એક વ્યકિત પાસે અરજીના નિકાલ સંદર્ભે એક વ્યકિત પાસેથી 3000 રૂપિયાની લાંચ સ્વીકારતા પંચમહાલ ACB દ્વારા રંગે હાથે ઝડપાઈ ગયો છે.જે બાદ આ પોલીસ કોન્સ્ટેબલ જે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો તે પોલીસ મથકમાં જેલહવાલે કરી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પોલીસમાં વર્ગ 3 માં પો. કો. તરીકે ભરતી થયેલો રમેશ વાઘમચે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે D સ્ટાફમાં ફરજ બજાવી રહ્યો હતો.આ પોલીસકર્મીએ એક વ્યકિત વિરુદ્ધ અરજીના નિકાલ માટે 5000 હજાર રૂપિયાની લંચ માંગી હતી. જે બાદ વાટાઘાટાના અંતે 3000 રૂપિયા નક્કી કર્યા હતા.આ મામલે સામેવાળા વ્યક્તિએ પંચમહાલ એસીબી નો સંપર્ક કરતા પંચમહાલ એકમના શ્રીમતી આર.બી.પ્રજાપતિ સહિતની ટીમે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે છટકો ગોઠવ્યો હતો જેમાં પોલીસ કોન્સ્ટેબલ રમેશ પોલીસ મથકના પટાંગણમાં જ 3000 રૂપિયાની લાશ સ્વીકારતા ઝડપાઈ ગયો હતો. જે બાદ હવે લાંચ સ્વીકારવાની અવેજીમાં જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે.
દાહોદ પોલીસ તાજેતરમાં એક થી એક વિવિધ પ્રકારના ગુનાઓ ઉકેલવામાં સફળ થતા ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં નામના મેળવી રહી છે. અને દાહોદ પોલીસની પ્રશંસનીય કામગીરીને ગૃહ મંત્રી તેમજ ડીજીપી પણ વખાણી રહ્યા છે.ત્યારે સોનાની થાલીમાં લોઢાની મેઘ સમાન આવા પોલીસકર્મી જેના શીરે જનતાની સેવા કરવા માટેની જવાબદારી છે.તે જ પોલીસકર્મી પોલીસ કાર્યવાહીથી બચવા માટે જનતા પાસે ગેરકાયદેસર રીતે નાણા પડાવી આર્થિક રીતે પાયમાલ કરી રહ્યા છે. ત્યારે લાંચ લેનાર આ પોલીસ કોન્સ્ટેબલ જે અરજી સંદર્ભે લાંચ માગી રહ્યો હતો.તે અરજીનો થાણાઅધિકારી (પી.આઈ) ને જાણ હતી કે નહીં.? આવી કેટલી અરજીઓ સંદર્ભે આ પોલીસકર્મીએ પોલીસ કાર્યવાહીના નામે આગળ પણ આ પ્રકારે પૈસા પડાવ્યા છે.?એક મોટો સવાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડિવિઝનમાં ફરજ નિભાવી રહેલા આ પોલીસ કોન્સ્ટેબલ અગાઉ પણ અનેક વખત વિવાદમાં સપડાયેલો હોવાનું સામે આવ્યું છે.ત્યારે એ ડિવિઝનમાં એસીબી ની ટ્રેપ બાદ પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.