
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં ઝડપાયેલા 3 હિસ્ટ્રીશીટરોના 7 દિવસના રિમાન્ડ મંજૂર, મુખ્ય સૂત્રધાર ને ઝડપવા પોલીસના ચક્રો ગતિમાન…
ભાડે મકાન આપનારે પોલીસ વેરિફિકેશન ન કરવામાં આવ્યા હોવા અંગે પોલીસ તપાસમાં જોડાઈ..
દાહોદ તા.05
દાહોદ જીલ્લામાં ફેરિયા તરીકે કાપડ અને ચાદર વેચવાની આડમાં લૂંટ ઘરફોડ જેવા ગંભીર ગુનાઓ આચારનારી આંતરરાજ્ય ગેંગના 4 પૈકી હિસ્ટ્રીશીટરો દાહોદમાં ગુનો આચરે તે પહેલા દાહોદ પોલીસના હાથે ઝડપાયા હતાં. જ્યારે એક હિસ્ટ્રીશીટર ભાગી છૂટવામાં સફળ થયો છે. ત્યારે પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી વધુ વિગત કઢાવવા માટે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેની સામે કોર્ટે સાત દિવસના રિમાન્ડ મજૂર કરતા હવે પોલીસે ધનિષ્ટ પૂછપરછ હાથ ધરી છે. એટલું જ નહીં ઉપરોક્ત આરોપીઓને દાહોદમાં મકાન ભાડે આપનાર મકાન માલિકે પોલીસને જાણ કરી પોલીસ વેરિફિકેશન કરાવ્યું હતું કે નહીં. સાથે સાથે ઉપરોક્ત આરોપીઓ પાસેથી પકડાયેલી બંદૂકો અને કારતુશો ક્યાંથી લાવ્યા હતા અને અન્ય કેટલી જગ્યાએ ગુનાઓ આચાર્ય છે તે અંગે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.
ઉપરોક્ત બનાવમાં પકડાયેલા આરોપીઓ દાહોદના પડાવમાં એક કરિયાણાના વેપારીને લૂંટવાની યોજના બનાવી ગોધરામાં કનેલાવ તળાવ પાસે આવેલા મકાનને ટાર્ગેટ કરવાના હતા. પરંતુ આ પહેલા પોલીસે બાઇકચોરીના બનાવમાં CCTV કેમેરાના આધારે દાહોદના કસ્બા ઘાંચીવાડમાં રહેતા આ ખૂંખાર હિસ્ટ્રીસીટરોને ઝડપી લીધા હતા. જ્યારે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર મોહમદ જાવેદ ફરાર થવામાં સફળ રહ્યો છે. ત્યારે પોલીસે પકડાયેલા આરોપીઓની રિમાન્ડ દરમિયાન પૂછપરછ હાથ ધરતા વધુ ખુલાસા થવા પામ્યા છે.
*ચારેય હિસ્ટ્રીસિટરો ગુજરાત પહેલી વખત આવ્યા: મુખ્ય સૂત્રધાર ત્રણ દિવસ પહેલા જેલમુક્ત થયો.*
પંજાબ,ચંદીગઢ,હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશના ઝાબુઆ અલીરાજપુર જેવા શહેરોમાં ગુનાઓ આચારનાર ગેંગમાં કુલ આઠ સભ્યો છે. જેમાં જાવેદ મુખ્ય સૂત્રધાર તરીકે કામ કરે છે. આ ગેંગ જીન્સના કાપડ અને ચાદર લઈ પહેલી વખત ગુજરાતમાં ટ્રેન મારફતે આવી હતી જ્યાં દાહોદમાં ચાર મહિના પહેલા મોહમદ સાહરૂન આવ્યો હતો. અને ઓળખીતાની મદદ લઈ કસબા ઘાંચીવાડમાં ભાડાના મકાનમાં રહી રહ્યો હતો. બે મહિના પહેલા શાકીર સૈયદ અને 15 દિવસ પહેલા ફરમાન શેખ આવ્યો હતો. જ્યારે મુખ્ય સૂત્રધાર મોહમ્મદ જાવેદ છેલ્લા બે વર્ષથી મેરઠ જેલમાં સજા આપી રહ્યો હતો અને આ ગેંગ પકડાઈ તેના ત્રણ દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવી દાહોદ આવ્યો હતો અને દાહોદના વેપારીને ટાર્ગેટ કરવાની યોજનામાં જોડાયો હતો.
*આરોપીઓને ભાડે આપનારે પોલીસ વેરિફિકેશન કર્યું કે નહીં, આરોપી વેપન ક્યાંથી લાવ્યા હતા.*
પકડાયેલા ત્રણેય દાહોદના કસબા ઘાંચીવાડમાં ભાડાના મકાનમાં વસવાટ કરી રહ્યા હતા. જેમાં મકાન માલિકે આ અંગે સ્થાનિક પોલીસમાં જાણ કરી હતી કે કેમ.? પોલીસ વેરિફિકેશન કરાવ્યું હતું કે નહીં તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે એટલું જ નહીં આરોપીઓ પાસેથી મળી આવેલી બંદૂકો તેમજ કારતુશો તેઓ ક્યાંથી લાવ્યા હતા અને અન્ય કેટલા ગુનાઓમાં તેઓ સામિલ છે તે અંગે હવે પોલીસે તપાસ આરંભી છે..