
સંજેલી મહેન્દ્ર ચારેલ…
સંજેલી ખાતે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ 1650 જેટલા વિદ્યાર્થીઓને ફુલ આપી શુભેચ્છાઓ પાઠવી..
સીસીટીવી કેમેરા ની નજર હેઠળ 6 જેટલા કેન્દ્રોમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાઈ..
સંસંજેલી તા. 27
સંજેલી તાલુકામાં 6 જેટલા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓએ સીસીટીવી કેમેરાની નજર હેઠળ ચુસ્ત કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રથમ દિવસે 1650 જેટલા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્વક પરીક્ષા આપી..
સંજેલી તાલુકાના અલગ અલગ પરીક્ષા કેન્દ્રના સેન્ટરના સંચાલકોએ વિદ્યાર્થીઓને ફુલ આપી મીઠાઈ આપી શુભેચ્છાઓ પાઠવી.. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતી ન થાય તે માટે તમામ વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા હેઠળ ચુસ્ત અને કડક બંદોબસ્ત વચ્ચે પરીક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.. પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવી રેકોર્ડિંગ ની સીડી બનાવી ગાંધીનગર મોકલી ચકાસણી કરવામાં આવશે તેવી પણ વિગત સામે આવી હતી. પ્રથમ દિવસે આવેલા બાળકો સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ પરીક્ષા કેન્દ્રો પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા બાળકોના વાલીઓ બેસ્ટ ઓફ લક કહી વર્ક ખંડોમાં મોકલી સારા માર્કસ અને ટકાવારી લાવે તે માટે આશીર્વાદ આપ્યા..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત એસએસસી અને એચએચસી બોર્ડની પરીક્ષા ની આજથી શરૂઆત થઈ છે ત્યારે સંજેલી તાલુકામાં પણ શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ ના ભાગરૂપે તાલુકામાં આવેલ પરીક્ષા કેન્દ્રો પર વ્યવસ્થાઓ સાથે વિદ્યાર્થીઓને પ્રથમ દિવસના પેપર માં શુભેચ્છાઓ સાથે દિવસ દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં સંજેલી તાલુકામાં આજનું પ્રથમ પેપર પૂર્ણ થયું.