રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસે મીનાકયાર બોર્ડર ઉપરથી પીકઅપ ગાડીમાં બનાવેલા ચોર ખાનામાંથી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો.
ગરબાડા તા. ૧૧
બુટલેગરો ગાંધીનાં ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કીમિયાઓ અજમાવી રહ્યા છે અને મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઘુસાડી રહ્યા છે. પરંતુ ગરબાડા પોલીસ આવા બેફામ બુટલેગરોને અટકાવવા માટે ક્યાંક ને ક્યાંક સક્રિય જોવા મળી રહી છે અને દારૂની હેરાફેરી કરાતો દારૂ ઝડપી પાડીને બુટલેગરોના ઇરાદોઓને નાકામ કરતી જોવા મળી રહી છે. ત્યારે ગતરોજ સાંજના સમયે ગરબાડા પોલીસે શાકભાજીના ખાલી કેરેટની આડમાં પીકપ ગાડીમાં નીચે ચોર ખાનું બનાવીને વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડી ઝડપી પાડી હતી.
ગરબાડા પોલીસ મથકના પી.આઈ રાવતની માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસ મીનાક્યાર ચેકપોસ્ટ ઉપર ચેકિંગમાં હતી તે દરમિયાન મધ્યપ્રદેશમાંથી આવતી જી.જે 6 એ.વી 2534 નંબરની પીકપ ગાડી ઉભી રખાવી તલાસી લેતા તેના અંદરથી ચોર ખાનું બનાવીને પોલીસની આંખમાં ધુળ ચોકીને હેરાફેરી કરવામાં આવતો 1 05,360 કિંમત નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે પીકપ ગાડી મળી 3,57,360 નો મુદ્દામાલ કબજે કરી રતિલાલ રાયસીંગ બારિયા સામે ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.